ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકારને 1.13 લાખ કરોડ રુપિયા GSTની આવક થઈ

0
4
ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં આ વર્ષે વસ્તુઓના આયાતથી થયેલી કરની આવાક 15 ટકા વધારે રહી છે.
ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં આ વર્ષે વસ્તુઓના આયાતથી થયેલી કરની આવાક 15 ટકા વધારે રહી છે.

ગત ફેબ્રુઆરી મહિનામાં સરકારને થયેલ GST કરની આવકના આંકડા જાહેર કરાયા છે જેમાં કુલ 1,13,143 કરોડ રુપિયાની આવક નોંધાઈ છે. આ ટેક્સની આવકમાં સીજીએસટી 21,092 કરોડ, એસજીએસટી 27,273 કરોડ અને આઈજીએસટી 55,253 કરોડ આવક થઈ છે.આ વર્ષના ફેબ્રુઆરીમાં થયેલી જીએસટી આવકમાં ગત વર્ષના ફેબ્રુઆરી મહિના કરતાં 7 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં આ વર્ષે વસ્તુઓના આયાતથી થયેલી કરની આવાક 15 ટકા વધારે રહી છે. સાથે જ ઘરેલુ લેવડ-દેવડથી મળેલ આવક 5 ટકા વધુ રહી છે. મહત્વની વાત એ પણ છે કે, જીએસટીની આવક સતત પાંચમાં વખત 1 લાખ કરોડને પાર રહી છે. કોરોના મહામારી હોવા છતાં ફેબ્રુઆરી મહિનામાં થયેલ આવકને ગણતાં સતત ત્રણ મહિનાતી 1.1 લાખ કરોડને પાર રહી છે.