આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ મિનિટ 300 લીટર છે, યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યો છે આ પ્લાન્ટ
અમદાવાદ : રાજ્યમાં પ્રવર્તેલી કોરોના વાયરસની વિકટ સ્થિતિઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ હાલમાં રપાજ્યની મુલાકાતે આવ્યા છે. તેઓ કેટલાક દિવસો અમદાવાદમાં પરિવાર સાથે રોકાણ કરવાના છે ત્યારે કોરોનાની સ્થિતિની સમીક્ષા થઈ રહી છે. આજે ગૃહમંત્રી શાહ પોતાના સંસદીય વિસ્તારમાં આવેલી કોલવડા ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં ઑક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અમિત શાહ ગાંધીનગરમાં આવેલી આ હૉસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઓક્સીજન પ્લાન્ટની ક્ષમતા 300 લીટર પ્રતિ મિનિટ છે અને આ પ્લાન્ટ પીએસએ ઓક્સીજન પ્લાન્ટ છે. દરમિયાનમાં ગઈકાલે તેમણે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા કન્વેન્શન હૉલમાં ડીઆરડીઓ દ્વારા નિર્મિત 900 બેડની કોવીડ હૉસ્પિટલની સમીક્ષા કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે કહ્યું હતું કે આજે ડીઆરડીઓની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું છે. 950 બેડની હોસ્પિટલ આવતી કાલથી ચાલુ થઈ જશે. હું ગાંધીનગરના સાંસદ તરીકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનું છું. આ બધા બેડ ઓક્સિજન સાથે છે. સમગ્ર દેશ અને વિશ્વમાં જે રીતે બીજી લહેર અને ત્રીજી લહેર આવી છે તેમ ગુજરાતમાં પણ આવી છે. ભવિષ્યની જરૂરિયાત ને ધ્યાનમાં લઈ બીજી હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ ટાટા ટ્રસ્ટના સહયોગ થી ચાલુ કરવામાં આવશે.શાહે ઉમેર્યુ કે આ હૉસ્પિટલમાં 600 આઇસીયું બેડ હશે. ગુજરાત સરકાર એનજીઓના સહયોગ થી આઇસોલેશન સેન્ટર ચાલુ કરશે. આજે ટોલ ફ્રી નંબરની પણ શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓક્સિજન વેસ્ટજ ઘટાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. રેમડેસીબીર ઇન્જેક્શન જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ ડોકટર લખે તે માટે હું અપીલ કરું છું. DRDO દ્વારા સંચાલિત આ 900 બેડ હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર અને ICU ના બેડ તેમજ 750 ઓક્સિજનન બેડ રહેશે. તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ 900 બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ હશે.ઓક્સિજનનો સપ્લાય સરળતાથી થઈ શકે તે માટે 35,000 લીટર ઓક્સિજન ક્ષમતાની ટેન્ક તૈયાર કરાઈ છે.તેમજ તકેદારીના ભાગરૂપે વધુ 25,000 લીટર ઓક્સિજનની ટેન્ક પણ મુકવામાં આવશે.