Monday, September 14, 2026
HomeGujaratAhmedabadગૃહમંત્રી અમિત શાહ આજે કોલવડા કોવીડ હૉસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે કોલવડા કોવીડ હૉસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ મિનિટ 300 લીટર છે, યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવ્યો છે આ પ્લાન્ટ

અમદાવાદ : રાજ્યમાં પ્રવર્તેલી કોરોના વાયરસની વિકટ સ્થિતિઓ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ હાલમાં રપાજ્યની મુલાકાતે આવ્યા છે. તેઓ કેટલાક દિવસો અમદાવાદમાં પરિવાર સાથે રોકાણ કરવાના છે ત્યારે કોરોનાની સ્થિતિની સમીક્ષા થઈ રહી છે. આજે ગૃહમંત્રી શાહ પોતાના સંસદીય વિસ્તારમાં આવેલી કોલવડા ડેઝીગ્નેટેડ કોવીડ હૉસ્પિટલમાં ઑક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અમિત શાહ ગાંધીનગરમાં આવેલી આ હૉસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓક્સીજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ ઓક્સીજન પ્લાન્ટની ક્ષમતા 300 લીટર પ્રતિ મિનિટ છે અને આ પ્લાન્ટ પીએસએ ઓક્સીજન પ્લાન્ટ છે. દરમિયાનમાં ગઈકાલે તેમણે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા કન્વેન્શન હૉલમાં ડીઆરડીઓ દ્વારા નિર્મિત 900 બેડની કોવીડ હૉસ્પિટલની સમીક્ષા કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે સાંજે કહ્યું હતું કે આજે ડીઆરડીઓની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું છે. 950 બેડની હોસ્પિટલ આવતી કાલથી ચાલુ થઈ જશે. હું ગાંધીનગરના સાંસદ તરીકે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માનું છું. આ બધા બેડ ઓક્સિજન સાથે છે. સમગ્ર દેશ અને વિશ્વમાં જે રીતે બીજી લહેર અને ત્રીજી લહેર આવી છે તેમ ગુજરાતમાં પણ આવી છે. ભવિષ્યની જરૂરિયાત ને ધ્યાનમાં લઈ બીજી હોસ્પિટલ ગાંધીનગર હેલિપેડ ખાતે 1200 બેડની હોસ્પિટલ ટાટા ટ્રસ્ટના સહયોગ થી ચાલુ કરવામાં આવશે.શાહે ઉમેર્યુ કે આ હૉસ્પિટલમાં 600 આઇસીયું બેડ હશે. ગુજરાત સરકાર એનજીઓના સહયોગ થી આઇસોલેશન સેન્ટર ચાલુ કરશે. આજે ટોલ ફ્રી નંબરની પણ શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓક્સિજન વેસ્ટજ ઘટાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. રેમડેસીબીર ઇન્જેક્શન જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ ડોકટર લખે તે માટે હું અપીલ કરું છું. DRDO દ્વારા સંચાલિત આ 900 બેડ હોસ્પિટલમાં 150 વેન્ટિલેટર અને ICU ના બેડ તેમજ 750 ઓક્સિજનન બેડ રહેશે. તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ 900 બેડ હોસ્પિટલમાં ઉપલબ્ધ હશે.ઓક્સિજનનો સપ્લાય સરળતાથી થઈ શકે તે માટે 35,000 લીટર ઓક્સિજન ક્ષમતાની ટેન્ક તૈયાર કરાઈ છે.તેમજ તકેદારીના ભાગરૂપે વધુ 25,000 લીટર ઓક્સિજનની ટેન્ક પણ મુકવામાં આવશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here