કરુણતા: ‘તમે પુત્રને જન્મ આપ્યો છે’ આટલું સાંભળી કોરોના સંક્રમિત માતાનું મોત

0
23
જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી
જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતિયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા સગર્ભાવસ્થા દરમિયાન સંક્રમિત થયાં હતાં. પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં તેમનો કોરોના પોઝિટિવ આવતાં ધારપુર સિવિલ ખસેડાઈ હતી, જ્યાં બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. ભાનમાં આવ્યા બાદ દીકરો જન્મ્યો છે આટલું સાંભળી સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા. આમ, જન્મતાની સાથે જ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી હતી. ગુરુવારે મૃતદેહ તેમના વાલીવારસોને સોંપાયો હતો.બાળકને ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે. ડો.હિરેન અને ડો.તેજશ દ્વારા સિઝેરિયન કરાયું હતું. બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ વાલીવારસોને સોંપાશે