Friday, June 5, 2026
HomeGujaratઆગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, તંત્રની ખુલી પોલ

આગાહી વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, તંત્રની ખુલી પોલ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

જોકે વાતાવરણ પડતા બાદ વરસાદઇ, લઈને વાતાવરણ ઠડક લોકોને ગરમી સામે રાહત મળી

સુરત: સુરતમાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો જેના પગલે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ હળવા વરસાદની આગાહી વચ્ચે સુરતમાં પડેલા વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. જેના કારણે વહેલી સવારે નોકરી ધંધા અને પોતાના કામ માટે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 તારીખ બાદ ચોમાસાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. જોકે, તે પહેલા આજે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જેના પગલે સુરત શહેરમાં ગત મોડીરાતથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જે વહેલી સવાર સુધી અવિરત રહ્યું હતું. જેના કારણે શહેરના અનેક રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.આ ઉપરાંત છેલ્લા ઘણા દિવસથી વધી રહેલી ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક છવાતા શહેરીજનોને રાહત મળી હતી. જોકે, વરસાદી માહોલ છવાતાં શહેરના વરાછા વિસ્તારમાં અર્ચના ખાડી પાસે પાણી ભરાઈ જવા પામ્યા હતા.  ખાડી પાસે રોડ પર ખાડીનાં પાણી ભરાઇ જતા રસ્તા પરની ગટરો બ્લોક થઇ ગઇ હતી. જેના કારણે પાણીનો નિકાલ ન થઇ શકતા પાણીનો ભરાવો વધ્યો હતો. જેના પગલે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતોવરસાદના પગલે શહેરમાં વહેલી સવારે નોકરી ધંધા માટે જતાં લોકો ને પણ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. જે કેટલાક વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પાલિકાની પ્રિમોન્સુન કામગીરી પર સવાલ ઉભા થવા પામ્યા છે. પહેલા વરસાદને લઈને મહા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી છતી થવા પામી હતી. આજ પરિસ્થિતિ રહી તો આગામી દિવસમાં આવનારા વરસાદને લઇ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here