2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે અવિષ્કરણ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ.200 કરોડનારોકાણ સાથે હૈદરાબાદમાં એક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. આ ઉદ્ઘાટન સમારોહમાં તેલંગાણાના આઈટી મંત્રી શ્રી ડી. શ્રીધરબાબુ; અનુદીપ દુરીશેટ્ટી, આઈએએસ, સંયુક્ત સચિવ, આઈટીઈ અને સી, તેલંગાણા સરકાર અને તેલંગાણા ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (ટીજીઆઈઆઈસી)ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કે. શશાંક (આઈએએસ) ઉપસ્થિત રહ્યા હતા.

2026: ભારતની સ્વદેશી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ મિવી એ આજે અવિષ્કરણ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ.200 કરોડનારોકાણ સાથે હૈદરાબાદમાં એક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું.આ ફેસિલિટી મીવીના ઉત્પાદનોના ઉત્પાદનને સમર્થન આપશે અને ભારતમાં ઉત્પાદન ક્ષેત્રે કંપનીની એક દાયકાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિતથશે. આ સુવિધા મીવીની ઉત્પાદન કામગીરીને ટેકો આપે છે અને ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે કંપનીના વિસ્તરણની સાથે સાથે, સ્થાનિક
ક્ષમતાઓ વિકસાવવા પરના તેના ધ્યાનનું પ્રતિબિંબ પાડે છે.
મિવી ના સહ-સ્થાપક મિધુલા દેવાભક્તુનીએ જણાવ્યું હતું કે: “આ સુવિધાનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, કારણ કે અમે ભારતમાં કામગીરીના દસ વર્ષ પૂર્ણ કર્યા છે. અમે હંમેશા ભારતીય ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને અહીં ઉત્પાદનો અને ક્ષમતાઓ વિકસાવવામાં વિશ્વાસ રાખ્યો છે. જેમ જેમ અમે વિકાસના આગલા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ, તેમ અમે અમારી પોતાની ટેક્નોલોજીમાં રોકાણ, કરવા અને ભારતમાં અમારી ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

મિવી ના સહ-સ્થાપક વિશ્વનાથ કંડુલાએ કહ્યું, “છેલ્લા એક દાયકામાં, અમે ભારતમાં મિવી ના ઉત્પાદનો, ટેક્નોલોજી અને ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હૈદરાબાદમાં અમારી આ સુવિધાનું ઉદ્ઘાટન તે સફરમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને તે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારતની ક્ષમતામાં અમારા વિશ્વાસને દર્શાવે છે. હવે જ્યારે અમે સ્માર્ટફોન અને અન્ય ટેક્નોલોજી
શ્રેણીઓમાં વિસ્તરણ કરી રહ્યા છીએ, ત્યારે અમે નવીનતા (innovation) માં રોકાણ કરવાનું અને ભારતીય ગ્રાહકો માટે ઉત્પાદનો તૈયાર કરવાનું ચાલુ રાખીશું.”

આ રોકાણ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવા પ્રત્યે મીવી ની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતમાં પોતાની ઉત્પાદન કામગીરીનો વિસ્તાર કરીને, કંપની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના ઉદ્દેશ્યોમાં યોગદાન આપવા માંગે છે. આનાથી દેશના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસને વેગ મળશે અને ભારતીય ગ્રાહકો માટે વધુ ઉત્પાદનો ભારતમાં જ તૈયાર થઈ શકશે.છેલ્લા એક દાયકામાં, મીવી એક ઓડિયો બ્રાન્ડમાંથી વિકસીને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની બની ગઈ છે, જે હવે પોતાના ઉત્પાદનો અને ટેક્નોલોજી વિકસાવી રહી છે. કંપનીએ તાજેતરમાં મિવી વન 5જીલોન્ચ કરીને સ્માર્ટફોન ક્ષેત્રે પ્રવેશ કર્યો છે. તેની પોતાની માલિકીની ટેક્નોલોજીમાં 3D સ્ટેજ ‘ અને મીવી એઆઈ નો સમાવેશ થાય છે.
