BSE 500 યુનિવર્સમાંથી 50 કંપનીઓમાં રોકાણ, મજબૂત આર્થિક સ્થિતિ તથા શેરની કિંમતમાં સાતત્યપૂર્ણ સુધારો ધરાવતી કંપનીઓની પસંદગી,બજારમાં રહેલી તકોને મેળવવા માટે સમયાંતરે પોર્ટફોલિયોની સમીક્ષા કરવામાં આવે છે.

મુંબઈ, 04 નવેમ્બર 2026: ICICI લાઈફ ઈન્શ્યોરન્સે ICICI લાઈફ BSE 500 મોમેન્ટમ ક્વૉલિટી 50 ઈન્ડેક્સ ફંડ લોંચ કર્યું છે. આ એક નવો ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે કે જે તેમના મોટાભાગના યુનિટ-લિન્ક્ડ ઈન્શ્યોરન્સ પ્લાન્સ(ULIPs) સાથે ઉપલબ્ધ છે. આ ફંડ રોકાણકારોને એવી કંપનીઓમાં રોકાણ કરવાની તક આપે છે કે જેમની આર્થિક સ્થિતિ મજબૂત છે તથા જેમના શેરની કિંમતમાં એકંદરે પોઝીટીવ વલણ જોવા મળે છે.
આ ઈન્ડેક્સ ફંડ રોકાણકારોને લાંબા ગાળામાં વધારે સારું વળતર મેળવવામાં મદદરૂપ થાય તે માટે તૈયાર કરવામાં આવેલ છે. તેમાં BSE 500ના 50 શેરનો ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયોનો પણ સમાવેશ થાય છે, જેને મોમેન્ટમ અને ક્વૉલિટી બન્ને પરિબળોના આધાર પર સારું રેટિંગ મળેલ છે.

આ લોંચ અંગે ટિપ્પણી કરતાં ICICI લાઈફ ઈન્શ્યોરન્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી મનીષ કુમારે જણાવ્યું હતું કે,”ICICI લાઈફ BSE 500 મોમેન્ટમ ક્વૉલિટી 50 ઈન્ડેક્સ ફંડ રોકાણકારોને લાંબા ગાળામાં સંપત્તિ સર્જન કરવામાં રીત સાથે શાનદાર ઓફર કરે છે. આ ફંડ એવી કંપનીઓને ટ્રેક કરે છે કે જેનો બિઝનેસ હાઈ-ક્વોલિટી ધરાવે છે, મજબૂત કમાણીની વ્યાપક સંભાવના ધરાવે છે અને જેમના શેરની કિંમતોમાં સતત તેજી એટલે કે સુધારાની ચાલ જોવા મળી છે. સૌથી ખાસ વાત એ છે કે રોકાણકારોએ એવી કંપનીઓના પોર્ટફોલિયોમાં જ રોકાણ કરવાની તક મળશે કે જેમની આર્થિક સ્થિતિ સધ્ધર છે. આ કંપનીઓની પસંદગી રિટર્ન ઓન ઈક્વિટી, ડેટ-ટુ-ઈક્વિટી અને શેરદીઠ કમાણી જેવા માપદંડો/રેશિયોના આધાર પર કરવામાં આવે છે અને આ કંપનીઓના શેરની કિંમતોએ છેલ્લા 12 મહિનામાં સારી વૃદ્ધિ નોંધાવી છે.”
30 સપ્ટેમ્બર 2026 પ્રમાણે BSE 500 મોમેન્ટમ ક્વૉલિટી 50 ઈન્ડેક્સ ફંડે 7 વર્ષની અવધીમાં 23.7 ટકા વળતર આપ્યું છે. તેનો અર્થ એવો થાય છે કે 7 વર્ષ અગાઉ રોકાણ કરવામાં આવેલા રૂપિયા 1 લાખ અત્યારે રૂપિયા 4.40 લાખ થઈ ગયા હશે. આ ઉપરાંત ફંડનો પોર્ટફોલિયો દરેક ત્રિમાસિક ગાળામાં રીબેલેન્સ કરવામાં આવે છે અને બિઝનેસ ફન્ડામેન્ટલ્સ તથા માર્કેટમાં જે સતત તકો બદલાઈ રહી છે તે પ્રમાણે અપડેટ કરવામાં આવે છે.
ખાસ વાત એ છે કે નાણાકીય 2027ના પ્રથમ છ મહિના દરમિયાન કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો 99.3 ટકા રહ્યો છે. આ સાથે જ જે ક્લેમની તપાસ કરવાની જરૂર પડતી નથી તેને ટર્નઅરાઉન્ડનો સમય 1.1 દિવસ લાગે છે. આ બાબત દર્શાવે છે કે કંપની ગ્રાહકો તથા તેમના પરિવાર માટે તે સમયમાં સાથે ઉભી રહે છે કે જ્યારે તેમને ખરેખર સૌથી વધું જરૂરી હોય છે.

ICICI લાઈફ BSE 500 મોમેન્ટમ ક્વૉલિટી 50 ઈન્ડેક્સ ફંડ કંપની દ્વારા રજૂ કરવામાં આવેલ મોટાભાગના ULIPs સાથે ઉપલબ્ધ બનશે. તેમાં ICICI લાઈફ પ્રોટેક્ટ N ગેઈન, ICICI લાઈફ સિગ્નેચર એશ્યોર, ICICI લાઈફ સિગ્નેચર, ICICI લાઈફ પ્લેટિનમ તથા ICICI લાઈફ વેલ્થ એલીટ પ્રો સમાવેશ થાય છે. આ તમામ પ્લાન www.icicilife.com પર લાઈફ કવર સાથે ઉપલબ્ધ છે.
