નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર અટકવા છતાં સંકટ હજુ ટળ્યું નથી. ગત 24 કલાકમાં નવા કોરોનાના દર્દીઓ જે ઓછા થયા છે પરંતુ મોતનો આંકડો વધી રહ્યો છે. તમને જણાવી દઇએ કે 27 જૂનથી સતત 50 હજારથી પણ ઓછા કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. તો બીજી દેશના લેટેસ્ટ કોરોના બુલેટિનની વાત કરીએ તો કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર ગત 24 કલાક 43,071 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા છે અને 955 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. સરકારી આંકડા અનુસાર દેશમાં સતત 52મા દિવસે કોરોના સંક્રમણના નવા કેસ કરતાં રિકવરી રેટ વધી રહ્યો છે. ગત 24 કલાકમાં રિકવરીના આંકડા 52,299 રહ્યો. તમને જણાવી દઇએ કે ભારતમાં 3 જુલાઇ સુધી દેશભરમાં 35 કરોડથી વધુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 41 કરોડથી વધુ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. શનિવારે 44,111 નવા કોરોના કેસ આવ્યા અને 738 સંક્રમિતોના મોત થયા હતા આ પ્રકારે 57,477 લોકો કોરોનાથી સાજા થઇને ઘરે પરત ફર્યા હતા.