ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 134 અંક વધી 52904 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 42 અંક વધી 15853 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, HCL ટેક, ઈન્ફોસિસ, લાર્સન, ટાટા સ્ટીલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 2.69 ટકા વધીને 1078.40 પર બંધ રહ્યો હતો. HCL ટેક 2.09 ટકા વધીને 989.50 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, HUL, નેસ્લે, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 1.32 ટકા ઘટીને 7328.25 પર બંધ રહ્યો હતો. જ્યારે HUL 0.81 ટકા ઘટીને 2415.60 પર બંધ રહ્યો હતો.NSE પરના પ્રોવિઝનલ ડેટા મુજબ, મંગળવારે 13 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 113.83 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. એટલે કે જેટલા રૂપિયાના શેર વેચ્યા હતા તેનાથી વધુ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 344.19 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આ મહિને અત્યાર સુધીમાં તેમણે 2,695 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. FIIએ શુદ્ધરૂપથી 4,888 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.યુરોપીય બજારોમાં વેચવાલી છે. બ્રિટનના FTSEમાં લગભગ અડધા ટકાનો ઘટાડો છે. ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ લગભગ 0.20 ટકા નીચે છે. જ્યારે જર્મનીના DAXમાં લગભગ 0.10 ટકાની નબળાઈ છે.એશિયાના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનના નિક્કેઈમાં 0.44 ટકાની નબળાઈ આવી. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 1.07 ટકા તૂટ્યો. હોંગકોંગનો હેંગસેંગ 0.51 ટકા ઘટ્યો. કોરિયાના કોસ્પીમાં 0.20 ટકા નબળાઈ રહી. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં 0.26 ટકા મજબૂતાઈ આવી.