Wednesday, July 22, 2026
HomeBusinessમુંબઈ એરપોર્ટની કમાન હવે ગૌતમ અદાણીના હાથમાં, હજારો નવી નોકરીઓ ઊભી કરવાનો...

મુંબઈ એરપોર્ટની કમાન હવે ગૌતમ અદાણીના હાથમાં, હજારો નવી નોકરીઓ ઊભી કરવાનો વાયદો કર્યો

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

અદાણી ગ્રુપે મંગળવારે મુંબઈ એરપોર્ટનું ટેકઓવર કરી લીધું છે. મુંબઈ એરપોર્ટ ચલાવનારી કંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં અદાણી ગ્રુપની કંપનીનો 74% હિસ્સો હશે.મુંબઈ એરપોર્ટને તૈયાર કરનારી GVK ગ્રુપ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાંથી એક્ઝિટ થઈ ગઈ છે. GVK ગ્રુપની સંપૂર્ણ 50.5% ભાગીદારી અને બીજી બે વિદેશ કંપનીના 23.5% સ્ટેક અદાણી એન્ટરપ્રાઈઝની સબસિડિયરી કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પોતાના નામે કરી લીધી છે. બચી ગયેલા 26% એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પાસે રહેશે.મુંબઈ એરપોર્ટ દેશનું સૌથી બિઝી એરપોર્ટ છે. અહીં ભારતનો લગભગ એક તૃતીયાંશ એર ટ્રાફિક જોવા મળે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે હવે આ એરપોર્ટ દેશના 33% એર કાર્ગો ટ્રાફિકને પણ કંટ્રોલ કરશે.આ ડેવલપમેન્ટ પર ગૌતમ અદાણી ટ્વીટ કરીને કહ્યું હતું કે વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરીને ઘણી જ ખુશી અનુભવી રહ્યા છે. અમે વાયદો કરીએ છે કે મુંબઈને નવા મેનેજમેન્ટ પર ગર્વ હશે. અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટને વધુ આરામદાયક બનાવશે. અમે એન્ટરટેઈનમેન્ટ અને લક્ઝરીના મોરચે પણ નવું ભવિષ્યનું એરપોર્ટ ઊભું કરીશું. અમે હજારો સ્થાનિકોને નવી રોજગારી આપીશું.અદાણી ગ્રુપ દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બની ગયા છે. હવે તેમની પાસે દેશનાં 7 એરપોર્ટની કમાન છે. અદાણીની પાસે મુંબઈ એરપોર્ટ ઉપરાંત 6 અન્ય મુખ્ય એરપોર્ટ પણ છે, જેમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલુરુ, ગૌહાટી અને તિરુવનંતપુરમનાં એરપોર્ટ સામેલ છે. આ એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણી ગ્રુપની પાસે જ છે. 2019માં બીડિંગમાં મળેલી જીત પછી ગ્રુપની પાસે આ એરપોર્ટને ઓપરેટ કરવાની જવાબદારી આગામી 50 વર્ષ સુધીની છે.AAHL ગત વર્ષે જ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)માં વધુ બે સ્ટેક હોલ્ડર પાસેથી 23.5%ની ભાગીદારી ખરીદી હતી. આ બંને કંપની દક્ષિણ આફ્રિકાની Bidvest (13.5%) અને એરપોર્ટ કંપની ઓફ સાઉથ આફ્રિકા (10%) હતી. આ ડીલ 1,685 કરોડ રૂપિયાની હતી. આ ઉપરાંત MIALમાં 50.5% ભાગીદારીવાળા GVK ગ્રુપ સાથે અદાણી ગ્રુપે ગત વર્ષે ઓગસ્ટમાં જ ડીલ કરી હતી. આ ડીલ અંતર્ગત અદાણી ગ્રુપે GVKને લગભગ 2,500 કરોડ રૂપિયાનાં દેવાંને પણ પોતાના હાથમાં લેવાની સહમતી આપી હતીહવે GVKનો સ્ટેક લીધા બાદ મુંબઈ એરપોર્ટનું સમગ્ર મેનેજમેન્ટ અદાણી ગ્રુપની પાસે આવી ગયું છે. કેન્દ્ર સરકાર અને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) ઓફ મહારાષ્ટ્રથી જરૂરી મંજૂરીઓ મળ્યા બાદ મંગળવારે MIALને બોર્ડની બેઠકમાં આ નિર્ણય કરાયો છે.

મુંબઈ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.

મુંબઈ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ
મુંબઈ દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 6 એરપોર્ટની સાથે AAHLની પાસે દેશના કુલ એરપોર્ટ ફૂટફોલ 25% છે. MIAL મળ્યા બાદ હવે તેમની પાસે દેશનો એર કાર્ગો ટ્રાફિકનો 33% હિસ્સો પણ આવી જશે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here