ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ શરૂઆતમાં 534 અંક ઘટ્યા પછી હાલ સવારે 9.43 કલાકે 366 અંક ઘટી 52783 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 100 અંક ઘટી 15822 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર NTC, ટાઈટન કંપની, ભારતી એરટેલ, પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. NTPC 1.05 ટકા વધી 120.35 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની 0.35 ટકા વધી 1701.70 પર કારોબાર કરી રહ્યો છે. જોકે HDFC બેન્ક, HDFC, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, બજાજ ઓટો સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HDFC બેન્ક 2.45 ટકા ઘટી 1484.45 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 1.56 ટકા ઘટી 1028.25 પર કારોબાર કરી રહ્યો છે.એશિયાના બજારોમાં ભારે ઘટાડો છે. જાપાનના નિક્કેઈમાં એક ટકાથી વધુનો ઘટાડો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ લગભગ 0.30 ટકા નબળો છે. હોંગકોંગનો હેંગસેંગ બે ટકાથી વધુ તૂટ્યો છે. કોરિયાનો કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીમાં લગભગ એક ટકાનો ઘટાડો છે.શુક્રવારે અમેરિકાના બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ 0.86 ટકાના ઘટાડા સાથે બંધ થયો. નેસ્ડેક 0.80 ટકાના નુકસાન સાથે બંધ થયો. S&P 500માં 0.75 ટકાનો ઘટાડો આવ્યો. યુરોપમાં પણ નબળાઈ રહી. બ્રિટનના FTSE ઈન્ડેક્સમાં 0.06 ટકાનો સામાન્ય ઘટાડો રહ્યો. ફ્રાન્સના CACમાં 0.51 ટકાનો ઘટાડો આવ્યો. જર્મનીના DAXમાં 0.57 ટકાની નબળાઈ રહી.NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 16 જુલાઈએ વિદેશી સંસ્થાગત રોકાણ કારો(FII)એ શુદ્ધરૂપથી 466.3 કરોડ રૂપિયાના શેર વેચ્યા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા, તેનાથી વધુ રૂપિયાના શેર વેચ્યા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુક્રવારે શુદ્ધરૂપથી 666.07 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.