નવો નિયમ: હવે જૂના દાગીનાના ખરીદ અને વેચાણના તફાવત પર GST લાગુ

0
14
ઈન્ડસ્ટ્રી ખરીદારથી મળેલા વેચાણ મૂલ્યના 3% બરાબર જીએસટી વસૂલે છે
ઈન્ડસ્ટ્રી ખરીદારથી મળેલા વેચાણ મૂલ્યના 3% બરાબર જીએસટી વસૂલે છે

જો કોઈ જ્વેલર સોનાના જૂના દાગીના વેચશે, તો તેણે ફક્ત તેમાં થતા નફા પર જ જીએસટી ચૂકવવો પડશે. એડવાન્સ રુલિંગ ઓથોરિટી એટલે કે એઆર, કર્ણાટકે આ સિસ્ટમ અમલી કરી છે. બેંગલુરુની કંપની આદ્યા ગોલ્ડ પ્રા. લિ.એ એઆરમાં અરજી આપીને આ મુદ્દે સ્પષ્ટતા માંગી હતી.આ મુદ્દે એઆરએ સ્પષ્ટતા કરી છે કે, જીએસટી ફક્ત ખરીદી કે વેચાણ મૂલ્યના અંતર પર ચૂકવવાપાત્ર હશે. કારણ કે, અરજદારે જ્વેલરીને ગાળીને બુલિયનમાં પરિવર્તિત નથી કરી. નવી જ્વેલરી નથી બનાવી, પરંતુ અરજદાર (જ્વેલર) જૂના દાગીનાને ફક્ત સ્વચ્છ અને પોલિશ કરી રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એઆર દ્વારા અમલી કરાયેલી સિસ્ટમથી જૂના દાગીનાના રિસેલ પર ચૂકવવાપાત્ર જીએસટીમાં ઘટાડો થશે. હાલ આ ઈન્ડસ્ટ્રી ખરીદારથી મળેલા વેચાણ મૂલ્યના 3% બરાબર જીએસટી વસૂલે છે.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કીર્તિ જોશીના મતે, મોટા ભાગના જ્વેલર જૂના દાગીના સામાન્ય લોકો, અનરજિસ્ટર્ડ ડીલરો પાસેથી ખરીદે છે. જોકે, મૂળ ગ્રાહકો જ્વેલરી ખરીદતી વખતે 3% જીએસટી આપી ચૂક્યા હોય છે. જોકે, તેના પર ફરી એટલો જીએસટી લગાવવો ઠીક નથી. જ્વેલરોએ જૂના દાગીનાના ખરીદ મૂલ્ય અને રિસેલ વેલ્યૂના અંતર પર જ જીએસટી ચાર્જ કરવો જોઈએ. એએમઆરજી એન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને કહ્યું કે, કર્ણાટક એઆર સિસ્ટમથી જ્વેલરી ઉદ્યોગ પર ઘણી અસર પડશે, પરંતુ અંતિમ ગ્રાહક પર ટેક્સનો બોજ ઓછો થશે.