Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ: ક્રાઇમ બ્રાંચનું સફળ ઓપરેશન, MD ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

અમદાવાદ: ક્રાઇમ બ્રાંચનું સફળ ઓપરેશન, MD ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ: દેશના યુવાધનને નશાના રવાડે ચઢાવીને કેટલાક અસામાજિક તત્વોએ જાણે કે દેશની ભાવી પેઢીને બરબાદીના પંથે લઇ જવાનો કારસો રચ્યો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જે રીતે ગુજરાતમાં ડ્રગ્સ માફિયા (Drugs mafia) બેફામ બન્યા છે તે જોતાં એમ લાગી રહ્યું છે કે જો આમ જ ચાલતું રહેશે તો ગુજરાતને ‘ઊડતા ગુજરાત’ બનતા વધુ સમય નહીં લાગે. શહેરમાં વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસ સફળ થઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બારેજા ગામથી જેતલપુર ગામ તરફના હાઈ-વે પર બ્રિજના નાકે ડ્રગ્સની હેરાફેરી થવાની છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ વૉચ ગોઠવીને બે આરોપીને ઝડપી લીધા છે. ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 7 લાખના 70 ગ્રામ એમ ડી ડ્રગ્સ સાથે શાહઆલમના મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ પઠાણ અને મુંબઈના યાકુબ પલસારાને ઝડપી લીધા છે.આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુએ મુંબઈના મુસ્તાક નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું. યાકુબ પલસારા નામનો આરોપી મુસ્તાક પાસેથી આ જથ્થો લઈને ડિલિવરી આપવા માટે હોન્ડા સિટી કાર લઇને આવ્યો હતો. ડિલિવરી દરમિયાન બંને આરોપી ઓ ઝડપાઈ ગયા છે.હાલ પોલીસે આ બંને આરોપીની પૂછપરછ શરૂ કરીને તેઓએ અત્યારસુધીમાં કેટલી વખત ડ્રગ્સની હેરાફેરી કરી છે? મોહમ્મદ સાદિક ઉર્ફે સજ્જુ અમદાવાદમાં ડ્રગ્સ કોને અને કેવી રીતે વહેંચતો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here