નવી દિલ્હી : મણિપુર માં આસામ રાઇફલ ના કમાન્ડિંગ ઓફિસર અને તેમના પરિવાર પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે. આ હુમલો શનિવારે સવારે 10 વાગ્યે શેખાન-બેહિયાંગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 46 આસામ રાઇફલ્સના કમાન્ડિંગ અધિકારી તેમના પરિવારો અને ક્યુઆરટી સાથે હતા ત્યારે ઉગ્રવાદીઓએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં કમાન્ડિંગ ઓફિસર, તેમની પત્ની તથા એક બાળક અને ક્યુઆરટીમાં તૈનાત 4 જવાનો શહીદ થયા હોવાની પણ માહિતી મળી હતી. જોકે, આ અંગે હાલ સેના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
મણિપુરના મુખ્યમંત્રી નોંગથોમ્બમ બિરેન સિંહે આ હુમલાની પર પોતાનું નિવેદન જારી કર્યું છે. મુખ્યમંત્રી નોંગથોમ્બમ બિરેન સિંહે આ હુમલાની સખત નિંદા કરી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આવા કાયરતાપૂર્ણ કૃત્યને છોડવામાં આવશે નહીં. તે ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પૂરતા પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે આ અમાનવીય અને આતંકવાદી કૃત્ય છે.