WHOની ચેતવણી: કોરોના વેક્સિનેશનથી દુનિયામાં ઇન્જેક્શન-સિરિન્જની અછતની શક્યતા

0
9
આવતા વર્ષ સુધીમાં આપણી પાસે વેક્સિનેશન માટે સિરિન્જનો અભાવ સર્જાઈ શકે છે. આ વેક્સિનેશનને ધીમું કરી શકે છે. લોકોને અનેક રોગોથી બચાવવાના પ્રયાસો પર પણ એની ગંભીર અસર પડશે
આવતા વર્ષ સુધીમાં આપણી પાસે વેક્સિનેશન માટે સિરિન્જનો અભાવ સર્જાઈ શકે છે. આ વેક્સિનેશનને ધીમું કરી શકે છે. લોકોને અનેક રોગોથી બચાવવાના પ્રયાસો પર પણ એની ગંભીર અસર પડશે

આવનારા વર્ષ સુધી દુનિયામાં આશરે 200 કરોડ ઈન્જેક્શન સિરિન્જની અછત સર્જાઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં કોરોના વેક્સિનેશનના લીધે મોટે પાયે સિરિન્જનો વપરાશ થઈ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અત્યારસુધી સમગ્ર દુનિયામાં 725 કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ લગાવાયા છે. એમાં સિંગલ, ડબલ અને બૂસ્ટર ડોઝ સામેલ છે. વેક્સિનની આ માત્રા સામાન્ય રીતે વાર્ષિક કુલ ડોઝની તુલનામાં ડબલ છે. દરેક ડોઝ માટે સિરિન્જનો ઉપયોગ થાય છે, તેથી એની અછત પણ દર વર્ષે બેગણી થઈ ગઈ છે.

બીમારીઓથી બચવાનાં મિશનો ધીમાં થશે
WHOના ડિવિઝન ઓફ એક્સેસ ટુ મેડિસિન એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સના વરિષ્ઠ સલાહકાર લિસા હેડમેને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અમારી વાસ્તવિક ચિંતા એ છે કે આવતા વર્ષ સુધીમાં આપણી પાસે વેક્સિનેશન માટે સિરિન્જનો અભાવ સર્જાઈ શકે છે. આ વેક્સિનેશનને ધીમું કરી શકે છે. લોકોને અનેક રોગોથી બચાવવાના પ્રયાસો પર પણ એની ગંભીર અસર પડશે.

ગ્લોબલ પેનિકનું કારણ બની શકે છે
WHOના રિપોર્ટમાં આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે સિરિન્જના પ્રોડક્શનમાં ઝડપ લાવવાની જરૂરત છે, કેમ કે એની અછતને કારણે સંગ્રહખોરીની સ્થિતિ બની શકે છે. સિરિન્જનો સપ્લાય ઘટવાથી ગ્લોબલ લેવલ પર પેનિકની સ્થિતિ પણ બની શકે છે.

અસરકારક યોજના પર કામ કરવું આવશ્યક છે
લીસા હેડમેને કહ્યું, આવશ્યક વસ્તુઓના અભાવના સંકેતો ખરેખર પરેશાન કરે છે. સિરિન્જના કિસ્સામાં આ ઘટ રૂ.100થી રૂ.200 કરોડ સુધીની હોઈ શકે છે. સમયસર એનો સામનો કરવા માટે અસરકારક આયોજન કરવું જોઈએ.