IPL 2022ના મેગા ઓક્શનમાં 1,214 ખેલાડીની બોલી લગાવવામાં આવશે. આ ખેલાડીઓમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડી હશે. આ બે દિવસીય મેગા ઓક્શનમાં 10 ટીમ ભાગ લેશે, જેમાં 270 કેપ્ડ પ્લેયર્સ, 903 અનકેપ્ડ પ્લેયર્સ અને 41 સહયોગી દેશોના ખેલાડીઓ પણ હરાજીમાં ભાગ લેશે.
2 કરોડની બેઝ પ્રાઈઝમાં 17 ઈન્ડિયન અને 32 વિદેશી ખેલાડી
મેગા ઓક્સ માટે જાહેર કરાયેલી 2 કરોડ બેઝ પ્રાઈઝની યાદીમાં 49 ખેલાડીનાં નામ છે, જેમાંથી 17 ઈન્ડિયન અને 32 વિદેશી ખેલાડી છે. આ યાદીમાં ભારતના રવિચંદ્રન અશ્વિન સિવાય શ્રેયસ અય્યર, શિખર ધવન, ઈશાન કિશન અને સુરેશ રૈનાનાં નામ સામેલ છે.
વળી, વિદેશી ખેલાડીઓમાં વોર્નર, રબાડા, બ્રાવો સિવાય પેટ કમિન્સ, એડમ ઝેમ્પા, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, માર્ક વુડ, ટ્રેંટ બોલ્ટ અને ફાફ ડુપ્લેસિસનાં નામ સામેલ છે. ફ્રેન્ચાઈઝી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલાં નામ સામે 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે બેંગલુરુમાં આયોજિત મેગા ઓક્શનમાં બોલી લાગશે.
33 ખેલાડીને રિટેન કરાયા
- IPL 2022 માટે 33 ખેલાડીને રિટેન કરવામાં આવ્યા છે.
- 8 ટીમે 27 ખેલાડીને રિટેન કર્યા છે. એ જ સમયે 2 નવી IPL ટીમે તેમની ટીમમાં 6 ખેલાડીને સામેલ કર્યા છે.
- કેએલ રાહુલને લખનઉએ તેની ટીમ સાથે 17 કરોડમાં જોડ્યો છે.
આની સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. આની પહેલાં RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ 2018થી 2021ની સીઝનમાં 17 કરોડ રૂપિયા મળતા હતા. લખનઉએ કેએલને પોતાની ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે.
આ ખેલાડીએ IPL 2022થી નામ પરત લીધાં
વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલે હરાજીમાં પોતાનું નામ આપ્યું નથી. એ જ સમયે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક, ઈંગ્લેન્ડના સેમ કરન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જો રૂટ, ક્રિસ વોક્સે પણ હરાજીમાં તેમનાં નામ સામેલ કર્યાં નથી.
- વર્ષ 2018 બાદ IPLની પહેલી મોટી હરાજી થવા થઈ હતી.
- IPL 2018ની મેગા ઓક્શનમાં કુલ 8 ટીમ હતી. આ વખતે હરાજીમાં 10 ટીમ ભાગ લેશે.
- 10 ટીમ મળીને 33 ખેલાડી પર કુલ 338 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.