અમદાવાદમાં રમાશે IPL!: ગાંગુલીએ લીગ રમવાનું સ્થળ નક્કી કરી લીધું, મોદી સ્ટેડિયમમાં પ્લે ઓફ રમાઈ શકે

0
6
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા IPLમાં એકપણ દર્શકને એન્ટ્રી મળશે નહીં
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા IPLમાં એકપણ દર્શકને એન્ટ્રી મળશે નહીં

BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીએ IPL 2022 માટે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. દાદાએ કહ્યું છે કે આ સિઝનની તમામ લીગ મેચો માત્ર મહારાષ્ટ્રમાં જ રમાશે. ત્યારપછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લેઓફ મેચોનું આયોજન કરાઈ શકે છે. જોકે BCCIએ હજુ સુધી IPL 2022 માટે સ્થળ નક્કી કર્યું નથી, પરંતુ આ વખતે IPL ભારતમાં રમાય તેવી પૂરી સંભાવના છે. અગાઉ, IPL 2020 અને IPL 2021ની હાફ સિઝન UAEમાં રમાઈ હતી, પરંતુ આ સિઝનમાં BCCI UAEમાં IPLનું આયોજન કરાવવા માગતું નથી.સૌરવ ગાંગુલીએ સ્પોર્ટ્સ સ્ટાર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે IPL 2022ની લીગ મેચો મહારાષ્ટ્રમાં રમાશે. આ તમામ મેચો મુંબઈ, નવી મુંબઈ અને પુણેના મેદાનમાં રમાઈ શકે છે. જ્યારે પ્લેઓફ મેચો માટે કયું શહેર અને સ્ટેડિયમ પસંદ કરાશે એ અંગે જાણકારી ટૂંક સમયમાં રજૂ કરાશે. તેવામાં અમદાવાદમાં સ્થિત વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આ રેસમાં સૌથી આગળ છે. અહીં પ્લે ઓફની મેચ રમાઈ એવી સંભાવના વધારે જણાઈ રહી છે.BCCIએ IPL 2020 સંપૂર્ણ સિઝન અને IPL 2021ની અડધી સિઝન UAEમાં આયોજિત કરી હતી. આ સિવાય T20 વર્લ્ડ કપ 2021નું પણ દુબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડે અમીરાત ક્રિકેટ બોર્ડને IPL 2020 અને 2021ની હાફ સિઝનની યજમાની કરવા માટે 150 કરોડ રૂપિયા આપ્યા હતા.બીજી બાજુ જોવા જઈએ તો UAEમાં માત્ર 3 મેદાન જ છે અને અહીં ઝાકળનું પ્રમાણે વધારે હોવાથી રાત્રે બીજી બોલિંગ કરતી ટીમને મુશ્કેલી પડી શકે છે. જેથી ટોસનું મહત્ત્વ વધી જાય છે. વળી તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં પણ ટોસ જીતનારી ટીમે મોટાભાગની મેચો જીતી હતી. આનાથી ક્રિકેટનો રોમાંચ સમાપ્ત થઈ જાય છે. આ જ કારણ છે કે BCCI UAEમાં IPL કરાવવા માગતું નથી.મેગા ઓક્શન પહેલા BCCIના સૂત્રોએ ANIને જણાવ્યું છે કે બોર્ડ IPL 2022ની સિઝનનનું આયોજન ભારતમાં જ કરશે, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખતા એકપણ દર્શકને સ્ટેડિયમમાં મેચ જોવાની અનુમતિ મળશે નહીં. 22 જાન્યુઆરી, શનિવારે BCCI અને ફ્રેન્ચાઈઝીના માલિકો વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આની સાથે જ બોર્ડ હવે મુંબઈના 3 સ્ટેડિયમ- વાનખેડે, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI),ડીવાઈ પાટિલ તથા જરૂર જણાશે તો પુણેમાં જ આખી સિઝનનું આયોજન કરવાનો પ્લાન બનાવી રહ્યું છે.