વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા પછી ઈન્ડિયન ટીમના નવા ટેસ્ટ કેપ્ટન કોણ બનશે ?

0
8
જસપ્રીત પછી કે.એલ.રાહુલે પણ દાવેદારી રજૂ કરી, કહ્યું- તક મળશે તો ટીમને નવી ઉંચાઈએ લઈ જઈશ
જસપ્રીત પછી કે.એલ.રાહુલે પણ દાવેદારી રજૂ કરી, કહ્યું- તક મળશે તો ટીમને નવી ઉંચાઈએ લઈ જઈશ

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કેપ્ટન બનવાની ઇચ્છા વ્યક્ત કરી
મેચ પહેલાની કોન્ફરન્સ દરમિયાન કે.એલ.રાહુલે ટેસ્ટ કેપ્ટન બનવાના સવાલનો જવાબ આપતા કહ્યું છે કે મને જોહાનિસબર્ગમાં ટેસ્ટ ટીમને લીડ કરવાની તક મળી હતી. આ અનુભવ મારા માટે તદ્દન શાનદાર રહ્યો હતો. મેં આ મેચથી ઘણું બધું શીખ્યું છે. ભલે હું આ મેચ કેપ્ટન તરીકે જીતી ન શક્યો પરંતુ મને ગર્વ છે કે મેં ઈન્ડિયન ટીમના કેપ્ટન તરીકે આ મોટી જવાબદારી સંભાળી હતી. જો મને વધુ તક મળી તો હું ટીમને નવી ઉંચાઈએ લઈ જઈશ.

રોહિતની ગેરહાજરીમાં રાહુલને કેપ્ટન બનાવાયો
વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટન તરીકે રાજીનામા પછી હવે BCCIએ ટેસ્ટ કેપ્ટનની જવાબદારી સોંપવા માટે ખેલાડી પસંદ કરવાનો છે. આ દરમિયાન આ રેસમાં મોખરે રોહિત શર્મા જ છે. તેના સિવાય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ કહ્યું હતું કે તે દરેક ચેલેન્જને સ્વીકારવા માટે તૈયાર છે. જો તેને ટેસ્ટ કેપ્ટનશિપ મળશે તો તે આના માટે યોગ્ય છે. એટલું જ નહીં સુનીલ ગાવસ્કરે રિષભ પંતને કેપ્ટનશિપ સોંપવાની વાત કરી હતી. તેવામાં BCCIનો નિર્ણય શું આવશે એ જોવાજેવું રહેશે.