GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર કલાર્ક (વહિવટ/હિસાબ) (વર્ગ-3) સંવર્ગની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1181 જુનિયર ક્લાર્કની જગ્યા આ ભરતી દ્વારા ભરવામાં આવશે. જુનિયર ક્લાર્કની ભરતી માટે સરકારે કાલે નોટિફીકેશન બહાર પાડ્યું છે. આ ભરતી માટે ઉમેદવારો વેબસાઇટ પર 18-02-2022થી 8 માર્ચ 2022ના રોજ સુધી કરી શકાશે. ઉમેદવારો ઓનલાઇન એપ્લિકેશ કરી અને 10-3-2022 સુધી અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ઓનલાઇન ફી ભરી શકે છે.આ ભરતી પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લામાં 40, અમરેલીમાં 58, આણંદમાં 30, અરવલ્લીમાં 24, બનાસકાંઠામાં 51, ભરૂચમાં 53, ભાવનગરમાં 47, બોટાદમાં 18, છોટાઉદેપુરમાં 24, દાહોદમાં 41, દેવભૂમિ દ્વારકામાં 24, ડાંગમાં 14, ગાંધીનગરમાં 21, ગીરસોમનાથમાં 21, જામનગગરમાં 33, દૂનાગઢમાં 47, કચ્છમાં 59, ખેડામાં 38, મહીસાગરમાં 24, મહેસાણામાં 61,મોરબીમાં 24, મહેસાણામાં 61, મોરબીમાં 24, નર્મદામાં 22, નવસારીમાં 28, પંચમહાલમાં 38પાટણમાં 36, પોરબંદરમાં 17, રાજકોટમાં 52, સાબરકાંઠામાં 38, સુરતમાં 39, સુરેન્દ્રનગરમાં 50, તાપીમાં 30, વડોદરામાં 36, વલસાડમાં 43, કુલ 1181 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.જુનિયર ક્લાર્ક/એકાઉન્ટ વિભાગની ભરતી માટે ઉમેદવારની ઉંમર 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ જ્યારે કે તેણે ધો.12 પાસ માન્યતા પ્રાપ્ બોર્ડમાંથી ગણિત અથવા એકાઉન્ટ વિષય સાથે પાસ કર્યુ હોવું જોઈએ. ઉંમરની મર્યાદામાં છૂટછાટ સરકારના અનામતના નિયમો મુજબ લાગુ પડશે.
GPSSB Recruitment 2022: પંચાયત સેવા મંડળની 1181 જુનિયર ક્લાર્કની ભરતી, રૂ. 19,950 પગાર મળશે
Date: