Gujarat Board 10th-12th Exams: ગુજરાત બોર્ડ ધો.10-12 બોર્ડની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર; 28 માર્ચથી 12 એપ્રિલ સુધી યોજાશે પરીક્ષા

0
10
ગુજરાત બોર્ડની પરીક્ષાનું ધો.10-12નું ટાઇમ ટેબલ જાહેર થયું છે, અહીંયાં ધો.10, ધોરણ 12 સાયન્સની પરીક્ષા, ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે
ગુજરાત બોર્ડની પરીક્ષાનું ધો.10-12નું ટાઇમ ટેબલ જાહેર થયું છે, અહીંયાં ધો.10, ધોરણ 12 સાયન્સની પરીક્ષા, ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, જે મુજબ આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, જેથી પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.સૂત્રો મુજબ, ધોરણ 10માં અદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છેરાજ્યમાં ઓમિક્રોનના કેસ આવ્યા બાદ કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો સામે આવી રહ્યો હતો. રાજકીય મેળાવડા, લગ્નની સીઝન વગેરેને કારણે દિવાળી બાદ કોરોનાના કેસ વધ્યા હતા, જેથી સરકાર દ્વારા ધો. 10 તથા 12 બોર્ડ અને ધો. 9થી 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયાં સુધી પાછળ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એને કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે, સાથે જ ઉનાળુ વેકેશન પણ પાછું ખસેડવામાં આવ્યું છે.