ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાંગરમાવો આવી રહ્યો છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વર્ષે 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગ રૂપે પ્રધામંત્રી નરેન્દ્ર મોદી હવે દર મહિને ગુજરાત પ્રવાસે આવવાના છે. એપ્રિલ મહિનામાં પણ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.21 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેમાં દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. આ મધ્ય ગુજરાતનો કાર્યક્રમ એ આદિવાસી સમાજને ધ્યાનમાં રાખી યોજવામાં આવી રહ્યો છે. જેમાં વડોદરા જિલ્લો, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડવાના છે. આ આદિવાસી સંમેલનની તૈયારીના ભાગ રૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે કાર્યકરો સાથે પોતાની હળવી શૈલીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા કાર્યકરોને ટકોર કરી હતી.અંદાજે 5 લાખ જેટલા કાર્યકરોનું આ સંમેલન આયોજન કરવાનું પ્લાનિંગ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ કરી રહ્યા છે. 21 એપ્રિલનો દાહોદનો આ કાર્યક્રમ એ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણી પ્રચારનું રણ શીંગુ ફૂંકવામાં આવશે. આ આદિવાસી સંમેલનના માધ્યમથી ભાજપે અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી બેઠકો પર કબજો કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. જેના ભાગરૂપે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય કાર્યક્રમએ દાહોદ ખાતે કરવામાં આવી રહ્યો છે.