મધ્યાહ્ન ભોજનમાં ખામી ન રહે એની અધિકારીઓ ચિંતા કરે, જે ચિંતા નહિ કરે એની અમે ચિંતા કરીશું: જીતુ વાઘાણી

0
4
કોરોના કાળના બે વર્ષ બાદ ફરીથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે
કોરોના કાળના બે વર્ષ બાદ ફરીથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે

ગાંધીનગર: પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) – યોજના નો પ્રારંભ આજે ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળા થી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોના કાળના બે વર્ષ બાદ ફરીથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના પિતા સ્વર્ગસ્થ સવજીભાઈ વાઘાણીની પૂર્ણ તિથિ નિમતે વિધાર્થીઓને મીસ્ટાન પ્રસાદી આપી નવી પરંપરાનો પ્રારંભ કરાવ્યો હતો. તો શિક્ષણ વિભાગ પરિવાર અને સમાજને પણ સંદેશો આપ્યો કે, પોતાના જન્મ દિવસ અને સ્વજનોની તિથિ નિમિતે વિધાર્થીઓ સાથે સમૂહ જીવનની ભાવના જીવંત કરવા આ પ્રકારે આગળ આવવા અપીલ કરી હતી.કોરોના સમયગાળા બાદ ગુજરાત સરકાર દ્વારા ૨૯/૦૩/૨૦૨૨થી રાજયની ૦૬ મહાનગરપાલિકા તથા કુલ ૦૬ જિલ્લાઓમાં NGO હેઠળ આવરી લીધેલ ૨૯૫૩ શાળાઓમાં તથા તા.૩૧/૦૩/૨૦૨૨ થી રાજ્યના તમામ જિલ્લાઓની ૨૯૪૬૪ શાળાઓમાં ભણતા બાળકોને ગરમ મધ્યાહન ભોજન આપવાની શરુઆત કરવામાં આવી.સરકારી પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ના બાળકોનું પોષણ સ્તર વધારવા, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ સમાજની એકરુપતા જાળવવા તેમજ બાળકો વચ્ચે સ્વચ્છતાના ગુણ કેળવવામાં આ યોજના ખૂબ ઉપયોગી છે.રાજ્ય સરકાર દ્વારા ૧૯૮૪થી શરૂ કરવામાં આવેલ છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા પણ આ યોજનાની શરુઆત ૧૫ ઓગષ્ટ ૧૯૯૫થી કરવામાં આવી છે. આ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી અમલમાં છે. ભારત સરકારની કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સએ તા.૨૯/૦૯/૨૦૨૧ની બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાનું “પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ” યોજના તરીકે નવું નામાભિધાન કરવામાં આવેલ છે.પી.એમ.પોષણ યોજનાને વર્ષ ૨૦૨૧-૨૨થી ૨૦૨૫-૨૬ સુધી વધુ પાંચ વર્ષ લંબાવવા માટેની મંજુરી આપવામાં આવેલ છે. પી.એમ.પોષણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે કુલ બજેટ જોગવાઈ કુલ રૂ.૧૦૭૧,૩૫ કરોડ મંજુર કરવામાં આવેલ છે. કોરોના મહામારીના સમયગાળામાં શાળાઓ બંધ હોવા છતાં પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ હેઠળ રાંધેલો ખોરાક આપવાના વિકલ્પે શાળાઓમાં નોંધાયેલા વિધાર્થીઓને તા.૧૬/૦૩/૨૦૨૦ થી બાળકોને ફૂડ સિક્યુરિટી એલાઉન્સીસ હેઠળ બાળકોને ફૂડગ્રેઇન તથા કૂકિંગ કોસ્ટની ચુકવણી કરવામાં આવેલ છે. મે/જુન-૨૦૨૧ના ઉનાળા વેકેશનના ૩૫ દિવસ માટે ખાસ સહાય તરીકે કૂકિંગ કોસ્ટની પણ ચુકવણી કરેલ છે.