Monday, September 21, 2026
HomeAhmedabadહાર્દિકે પાર્ટી છોડતી વખતે ગરીમા જાળવવાની જરૂરી હતી, જેણે પ્રેમ કર્યો તેને...

હાર્દિકે પાર્ટી છોડતી વખતે ગરીમા જાળવવાની જરૂરી હતી, જેણે પ્રેમ કર્યો તેને જ ગાળો આપી: જિગ્નેશ મેવાણી

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

અમદાવાદ: કૉંગ્રેસના તમામ હોદ્દા પરથી હાર્દિક પટેલે રાજીનામું ધરી દીધું છે. રાજીનામું આપતી વખતે હાર્દિક પટેલે એક પત્ર લખ્યો હતો, જેમાં કૉંગ્રેસ પાર્ટી, પ્રદેશ કૉંગ્રેસ અને કૉંગ્રેસના શીર્ષ નેતૃવ્ય વિરુદ્ધ હાર્દિકે અનેક આક્ષેપ કર્યાં છે. કૉંગ્રેસના તમામ મોટા નેતાઓએ હાર્દિકના આક્ષેપોનો જવાબ આપ્યો છે. આજે વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ સંબંધોની હાર્દિકના આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે, જે લોકોએ પ્રેમ આપ્યો તેને જ હાર્દિકે ગાળો આપી છે. હાર્દિક પટેલે ગરીમા સાથે કૉંગ્રેસ છોડવાની જરૂર હતી.પત્રકાર પરિષદ સંબોધતા અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યુ હતું કે, “હું કૉંગ્રેસ સાથે છું અને રહીશ. ગુજરાત અને દેશમાં લાખો યુવાનોને હું અને કૉંગ્રેસ પાર્ટી સાથે મળીને જોડીશું. હાર્દિક પટેલ આંદોલનના સંઘર્ષના સાથી હતા. બીજા પણ મિત્રોએ કૉંગ્રેસ પાર્ટી છોડી છે. કૉંગ્રેસ પાર્ટી છોડતી વખતે તમે તમારો વૈચારિક વાંધો રજૂ કરી શકો. તેમણે બીલો ધ બેલ્ટ જવાનો પ્રયાસ કર્યો છે. જે પ્રકારની ગરીમા જાળવવી જોઈએ તે જાળવી નથી, તેના બદલે જે પ્રકારની ભાષાન પ્રયોગ કર્યો તે યોગ્ય નથી. કૉંગ્રેસ પાર્ટીને ગમે ગુજરાત વિરોધી પાર્ટી કેવી રીતે કહી શકો. ગુજરાતમાં કૉંગ્રેસ પાર્ટી 27 વર્ષથી સત્તામ ન હોવા છતાં તેના એક એક કાર્યકરોએ પાર્ટીને બેઠી કરવા અને જીવતી રાખવા માટે મહેનત કરી છે.”જિગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે, “તમને કૉંગ્રેસ પક્ષ સામે કોઈ વાંધો પડે તો આખા કૉંગ્રેસ પક્ષને દેશ અને ગુજરાત વિરોધી ચિતરવાનો પ્રયાસ યોગ્ય નથી. ચિકન સેન્ડવિચને વચ્ચે લાવવાની શું જરૂર હતી? આ કોઈ દલીલનો મુદ્દો નથી. જે માણસે તમને પ્રેમ આપ્યો તેમને ટાર્ગેટ કર્યાં. તમે રાહુલ ગાંધી સાથે સીધી વાત કરી શકતા હતા. પાર્ટીના અનેક મોટો નેતાઓને પણ આવો એક્સેસ નથી.”

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here