અમદાવાદ, 26મી નવેમ્બર-2026; ભારતના દેશી હિપ-હોપ (ડીએચએચ) સમુદાયમાં ઉભરતી પ્રતિભાને શોધવા અને પ્રોત્સાહન આપવા માટે રેડ ચીફે આજે ‘નો શોર્ટકટ્સ સાઇફર’ નામની બહુવર્ષીય સાંસ્કૃતિક પહેલની જાહેરાત કરી છે. ‘નો શોર્ટકટ્સ. નો ઓટો-ટ્યુન. રિયલ ટેલેન્ટ.’ના બ્રાન્ડના સિદ્ધાંત પર આધારિત આ મંચ સ્પર્ધા સાથે માર્ગદર્શન, રોકડ ઇનામો અને લાઇવ પરફોર્મન્સની તકો જોડશે, જેથી નવા કલાકારો પોતાની કળા વિકસાવી વધુ લોકો સુધી પહોંચી શકે.

રેડ ચીફના નેતૃત્વ અને ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટની ભાગીદારીમાં યોજાનાર ‘નો શોર્ટકટ્સ સાઇફર’ની પ્રથમ સીઝનમાં રાગા, એમઝી બેલા અને સેઝ મુખ્ય ચહેરા તરીકે જોડાશે. તેઓ જાન્યુઆરી 2027માં ગુરુગ્રામ ખાતે યોજાનારી ગ્રાન્ડ ફિનાલે સુધી સ્પર્ધકોને માર્ગદર્શન આપશે.
રેડ ચીફ બ્રાન્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પાર્થ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે, “નો શોર્ટકટ્સ સાઇફરને અનેક તબક્કાવાળી સાંસ્કૃતિક પહેલ તરીકે તૈયાર કરવામાં આવી છે. દેશભરના ઉભરતા ડીએચએચ કલાકારોને પોતાની મૌલિકતા, ગીતલેખનની ક્ષમતા અને આગવી કલાત્મક ઓળખ રજૂ કરવા માટે મંચ આપવાનો તેનો હેતુ છે. રેડ ચીફ દૃઢપણે માને છે કે સાચી સફળતા ઝડપી પરિણામોથી નહીં, પરંતુ પ્રક્રિયા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી મળે છે.
પ્રથમ સીઝન આ સફરની શરૂઆત છે અને સ્પર્ધાની બહાર પણ ભારતના વિકસતા હિપ-હોપ ક્ષેત્રમાં નવા અવાજો માટે સતત તકો ઊભી કરવાનો અમારો પ્રયાસ રહેશે.”રેડ ચીફ બ્રાન્ડના માર્કેટિંગ હેડ શ્રી રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, “નો શોર્ટકટ્સ સાઇફર દ્વારા રેડ ચીફ આ સંસ્કૃતિથી દૂર ઊભા રહેવાને બદલે તેનો ભાગ બની તેની સાથે આગળ વધવા માંગે છે.
આ પહેલ ભારતની આવનારી પેઢીના હિપ-હોપ કલાકારો અને ચાહકોનો સમુદાય વિકસાવવા માટે રચાઈ છે. તે મેટ્રો સાથે ટિયર-1, ટિયર-2 અને ટિયર-3 શહેરોના યુવાનોને પણ જોડશે અને રેડ ચીફના લાંબા સમયથી જોડાયેલા ગ્રાહકો વિશ્વાસ રાખે છે તે મૂલ્યો જાળવી રાખશે.”
વધુમાં વધુ લોકોને ભાગ લેવાની તક મળે તે માટે આ પહેલનો પ્રચાર અગ્રણી ડિજિટલ મીડિયા, રેડ ચીફના સોશિયલ મીડિયા હેન્ડલ અને વેબસાઇટ, પ્રિન્ટ મીડિયા, હોર્ડિંગ્સ, કોલેજો અને DHH સમુદાયના ઑફલાઇન કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
