Thursday, July 23, 2026
HomeAhmedabadદીવાલ પડતાં 12 શ્રમિકનાં મોત: વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત...

દીવાલ પડતાં 12 શ્રમિકનાં મોત: વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં દટાઈ ગયેલા 12 શ્રમિકનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તંત્ર દ્વારા જેસીબીની મદદથી દીવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ, હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતાં અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતાં તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 12 શ્રમિકનાં મોત નીપજ્યાની વિગતો સામે આવી છે. હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય તેને કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ મીઠાના કારખાનામાં મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. હાલ વેકેશનનો સમયગાળો હોવાથી આ ઘટનામાં માસૂમ બાળકો પણ ભોગ બન્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે. આ દુર્ઘટનામાં મોતનો આંકડો વધવાની આશંકા સેવાઇ રહી છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here