Thursday, July 23, 2026
HomeAhmedabadઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ: હારીજના રોડા ગામમાં મહિલા પર વીજળી પડતાં મોત

ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ: હારીજના રોડા ગામમાં મહિલા પર વીજળી પડતાં મોત

Date:

Related stories

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

રાજ્યમાં મંગળવારે પ્રી-મોન્સૂન વરસાદે દસ્તક દેતાં ચોમાસું બારણે હોય એવો અનુભવ કરાવ્યો હતો. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. ગઇકાલે હારીજના રોડા ગામમાં વરસાદી ઝાપટાં વચ્ચે વીજળી પડતાં એક મહિલાનું મોત થયાની ઘટના સામે આવી છે. ગઈકાલે અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસભર કાળઝાળ ગરમી અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં પાટણમાં વારાહીમાં 26 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન વચ્ચે ઘરોનાં પતરાં ઊડવાની સાથે હળવો વરસાદ વરસ્યો હતો. ત્યારે હારીજના રોડા ગામે ખતેરમાં રહેતા વરશુમજી ગણેશજીનાં પત્ની રીમુબેન ઠાકોર સાંજના સમયે કુદરતી હાજતે જવા નીકળ્યાં હતાં. ત્યારે તેમના પર વીજળી પડતાં મોત થયું હતું. મહિલાના મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.બીજી બાજુ, બનાસકાંઠાના કાંકરેજ-થરા તાલુકાના ભલગામ વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં વાતાવરણ ધૂળિયું બન્યું હતું. પલટાયેલા વાતાવરણના કારણે મુખ્ય 5 શહેરમાં ગરમીનો પારો સવા ડીગ્રી સુધી, તાપમાન 41 ડીગ્રીથી નીચે આવ્યો હતો.હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજવાળા પવન આવતાં વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલું જ નહીં, પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.

એર ઇન્ડિયા 1 ઓગસ્ટ, 2026થી દિલ્હી-ટોરન્ટો ફ્લાઇટ ઇંધણ ભરવા...

દિલ્હી-ટોરન્ટો રુટ પર પહેલી વાર એર ઇન્ડિયાની પ્રીમિયમ ઇકોનૉમી...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત...

દેવશયની એકાદશી અને ચાતુર્માસ પ્રારંભ એટલે ક્ષીરસાગરમાં ભગવાનનાં આરામનું...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

ભારે વરસાદ અને હવામાન વિભાગના એલર્ટને પગલે નર્મદા જિલ્લામાં...

રાજપીપલા,તા 23નર્મદા જિલ્લામાં આજે થયેલા ભારે વરસાદના કારણે અનેક...

કરજણડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

રાજપીપલા, તા 23 ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના...

મહિન્દ્રા ફાઇનાન્સે ત્રિમાસિક ગાળામાં ₹899 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ...

મુંબઈ, 22 જુલાઈ, 2026: ભારત માટે વિશ્વસનીય નાણાકીય ઉકેલો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here