Friday, June 5, 2026
HomeGujaratAhmedabadસૌરાષ્ટ્રના દરિયા કાંઠે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, 11 બંદરો પર...

સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ગુજરાતમાં ચોમાસુ જામી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 જૂનથી ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પહેલી જુલાઈ રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ રહેશે.હાલ રાજસ્થાન, અરબ સાગર તથા મધ્ય પ્રદેશમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું અને દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઈ શકે છે. ત્યારે મિની વાવાઝોડા જેવી સ્થિતિની આશંકા ગુજરાતના દરિયાકાંઠે સેવાઇ રહી છે. જેથી ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યાં જ અહીં 30 થી 40 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઇ છેગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું છે અને દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઈ શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની સંભાવના સેવાઇ રહી છે. ત્યાં જ જખૌ, માંડવી પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં 3 નંબર સિગ્નલ લગાવાયું છે.ત્યાં જ હાલમાં વલસાડમાં દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા પોલીસ વિભાગે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચના આપી છેહવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં હળવા વરસાદની સંભાવના છે. 30 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલી જુલાઈ એટલે કે રથયાત્રાના દિવસે રાજ્યભરમાં વરસાદની સંભાવના છે. જેમાં મહીસાગર અને દાહોદમાં ભારેથી અતિભારે જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છેમાછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.આજથી પહેલી જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. ત્યાં જ 3 જિલ્લામાં આજે અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 11 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છેદક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here