નવી દિલ્હી : પીએમ નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએે આજે 95મી વખત ‘મન કી બાત’ કરી હતી. ‘મન કી બાત’ના આજે 95 એપિસોડ પૂરા થયા છે. આ દરમિયાન મોદીએ કહ્યું કે, ‘મન કી બાત’ સદી પૂરી કરવા તરફ આગળ વધી રહી છે. ટૂંક સમયમાં ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા થશે. મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમ મારા માટે 130 કરોડ દેશવાસીઓ સાથે જોડાવાનું બીજુ માધ્યમ છે.’મન કી બાત’માં પીએમ મોદીએ G-20 અધ્યક્ષતાની વાત કરી અને તેમણે યુવાનોને અપીલ કરી કે, G-20ની યજમાનીને યાદગાર બનાવવા માટે યોગદાન આપો. G-20 સમિટની ભારત અધ્યક્ષતા કરશે. આઝાદીના અમૃત કાળમાં ભારતને મોટી જવાબદારી મળી છે. દેશના શહેરમાં G-20ના કાર્યક્રમો યોજાશે. તેમણે કહ્યું કે, G-20ની અધ્યક્ષતા કરવી ભારત માટે ગૌરવની વાત છે. મોદીએ કહ્યું કે, વસુધૈવ કુટુમ્બકમ માટે ભારત હંમેશા પ્રતિબદ્ધ છે. મોદીએ કહ્યું કે, ડ્રોન ક્ષેત્રોમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. હિમાચલના સફરજન ઝડપથી તમારા સુધી પહોંચશે. તેમણે કહ્યું કે, સ્પેસ સેન્ટરમાં ભારત શાનદાર કામ કરી રહ્યું છે. 18 નવેમ્બરે રોકેટ વિક્રમ એસ અવકાશમાં છોડવામાં આવ્યું અને પ્રથમ ભારતીય અંતરીક્ષ વિમાન વિક્રમ-Sએ ઉડાન ભરી આમ ભારતે સ્પેસ સેક્ટરમાં ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદીએ ભારતની સંસ્કૃતિ વિશે વાત કરતા કહ્યું કે, બીજા દેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ વધી રહી છે.