દિલ્હીમાં શ્રદ્ધા જેવી વધુ એક હત્યા:પતિની લાશના 22 ટુકડા કરીને ફ્રિજમાં રાખ્યા, રાત્રે પુત્ર સાથે ટુકડા ઠેકાણે પાડવા જતી હતી

0
6
પાંડવનગરમાં હત્યા બાદના CCTV ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં દીકરો બેગમાં ટુકડા લઈને જતો જોવા મળે છે અને માતા પાછળ જતી જોવા મળે છે.
અંજન દાસના ઘરનો આ ફોટો પણ જાહેર કર્યો છે. તેમાં દેખાતા ફ્રિજમાં લાશના ટુકડા રાખવામાં આવ્યા હતા.

નવી દિલ્હી : દિલ્હીના પાંડવ નગરમાં સોમવારે શ્રદ્ધા હત્યા જેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાએ પુત્ર સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી. પતિના મૃતદેહના 22 ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખ્યા હતા. પછી રાત્રીના સમયે માતા-પુત્ર આ ટુકડાઓ નજીકના મેદાનમાં ફેંકવા જતા હતા. માતા-પુત્રનું આ કૃત્ય સીસીટીવીમાં કેદ થયું હતું. સોમવારે ઘટનાના CCTV ફૂટેજ જાહેર કર્યા હતા. આ હત્યા છ મહિના પહેલાં જૂન મહિનામાં કરવામાં આવી હતી. દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે માતા-પુત્રની ધરપકડ કરી છે. દ્વારા બહાર પાડવામાં આવેલા CCTV ફૂટેજ 1 જૂન, 2022ના છે. ફૂટેજમાં રાત્રે લગભગ 12.44 વાગ્યે દીપક હાથમાં બેગ લઈને જતો જોવા મળે છે. તેની પાછળ માતા પૂનમ પણ નજરે પડે છે. પોલીસે જણાવ્યું હતું કે તે ટુકડાઓ ફેંકવા માટે રાત્રે જતો હતો એના ફૂટેજ છે. અન્ય એક ફૂટેજ દિવસના પણ સામે આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આમાં તેઓ ટુકડા ફેંકવા માટે જગ્યા શોધવા જતા હતા.પોલીસને પહેલા પાંડવનગરમાં મૃતદેહના ટુકડા મળ્યા હતા. એ ખરાબ રીતે સડી ગયા હતા અને તેના કારણે તેમની ઓળખ મુશ્કેલ બની ગઈ હતી. આ દરમિયાન શ્રદ્ધા હત્યા કેસ સાથે જોડાયેલી માહિતી સામે આવવા લાગી અને પોલીસે આ મામલાને તેની સાથે જોડીને તપાસ શરૂ કરી. હવે તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે બોડી પાંડવનગરમાં રહેતા અંજન દાસની હતી.પોલીસે જણાવ્યું હતું કે પૂનમે તેના પુત્ર દીપકે સાથે મળીને અંજન દાસની હત્યા કરી હતી. પૂનમને શંકા હતી કે અંજનના ગેરકાયદે સંબંધ છે. પહેલા મહિલાએ તેના પતિને ઊંઘની ગોળીઓ આપી હતી અને પછી તેની હત્યા કરી હતી. આ પછી તેણે પુત્ર સાથે મળીને લાશના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા હતા. ત્યાર બાદ પાંડવનગર અને આસપાસના વિસ્તારોમાં ટુકડા ફેંકી દીધા હતા.