કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત

0
9
કેદારનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓનું હેલિકોપ્ટર ક્રેશ
હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી 6 લોકોના મોત થયા

કેદારનાથ : ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હોલિકોપ્ટર એક આર્યન કંપનીનું હતું. ક્રેશ થવાનું કારણ હજુ સામે નથી આવ્યું. જોકે, ખરાબ હવામાન હોલિકોપ્ટર ક્રેશનું કારણ હોય શકે છે. આ હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. કેદારનાથ ધામમાં ધુમ્મસના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટના બાદ હેલિકોપ્ટરના અનેક ટુકડા થઈ ગયા હતા. ઘટના સ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલું છે.  મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ મંદિરમાં દર્શન કરવા માટે જતા હોય છે. મોટાભાગના લોકો પગપાળા કેદારનાથ મંદિર પહોંચે છે અને કેટલાક લોકો આ માટે હેલિકોપ્ટરની મદદ પણ લે છે. આજે કેદારનાથ મંદિરે જઈ રહેલા ભક્તોનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે.   કેદારનાથ પાસે ખાનગી કંપની આર્યન કંપનીનું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ક્રેશ થવાની આશંકા છે.