અમદાવાદ : અમદાવાદના એસ.પી રિંગ રોડ પર વૈષ્ણોદેવી જંકશન પર 6 લેનનો અંડરપાસ આજથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રુ. 40.36 કરોડના ખર્ચે બનેલા અંડરપાસનું ઉદ્ઘાટન કર્યુ જે અમદાવાદના અતિ વ્યસ્ત જંકશન પર ટ્રાફિકને સરળ બનાવવામાં મદદ કરશે. આ અંડરપાસ પર કામ બે વર્ષ પહેલા શરૂ થયું હતું. જંકશન પરનો ફ્લાયઓવર પહેલેથી જ કાર્યરત છે. AUDA પાસે S P રીંગ રોડ પર 6 ફ્લાયઓવર છે. ઝાયડસ હોસ્પિટલની નજીક એક પર કામ ચાલુ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.મુખ્યમંત્રીએ અમદાવાદના વૈષ્ણોદેવી જંક્શન પર નવનિર્મિત અંડરપાસનું લોકાર્પણ કર્યુ હતુ. આ અંડરપાસ રુ. 40 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા બનેલા અંડરપાસની લંબાઈ 720 મીટર અને પહોળાઈ 23 મીટર છે. આ અંડરપાસ બનતા દૈનિક ધોરણે અંદાજે 50 હજારથી વધુ રાહદારીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તી મળશે.હવે આપણને બમણી જવાબદારી મળી છે. છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડયો છે. લોકોનો વિશ્વાસ વધુને વધુ આગળ લઈ જવાનો છે. મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદી વિશે કહ્યુ હતુ કે મોદીએ રાજનીતીમાં નવો ઈતિહાસ જ શરુ કર્યો છે અને તે વિકાસની રાજનીતીનો ઈતિહાસ છે. અમદાવાદમાં ટ્રાફિકનું ક્યાક ભારણ ન રહે તે માટે અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવી રહ્યા છીએ તેમ ભુપેન્દ્ર પટેલે કહ્યુ હતું.