ભાજપની ‘ઝીરો’ બેઠકથી ‘156’ બેઠક સુધીની સફર, ગુજરાતમાં તોડ્યો સૌથી મોટો રેકોર્ડ

0
19
આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે.
ભાજપે 156 સીટ જીતી લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માધવસિંહ સોલંકીનો 149 સીટનો અને નરેન્દ્ર મોદીનો 2002નો 127 સીટનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

અમદાવાદ : ફરી એકવાર ગુજરાતની જનતાએ સતત સાતમી વખત ભાજપ પર ભરોસો મૂક્યો છે. પશ્ચિમ બંગાળમાં સતત સાત વખત ચૂંટાનારી ડાબેરીઓની સરકારના રેકોર્ડની આ બરોબરી છે. આ વખતે હવે ગુજરાતીઓ ભાજપને મત નહિ આપે એવું વાતાવરણ ઊભું થયું હતું. કોરોના, મોંઘવારી, બેરાજગારી, મોરબી આ લિસ્ટ બહુ લાંબું હતું, પણ આ ગુજરાતની પ્રજા છે. બધા જેવું વિચારે છે એવું આ પ્રજા નથી વિચારતી. આ વખતે સરેરાશ મતદાન 2017 કરતાં ઓછું થયું. ઓછા મતદારોમાંના જે લોકો બહાર નીકળ્યા તેમણે કચકચાવીને ભાજપ માટે જ મતદાન કર્યું, આવું કેમ થયું?આ પરિણામમાંથી બે ગર્ભિત સૂર નીકળે છે એક, આ વખતે ગુજરાતીઓને લાગ્યું કે તેમણે જેમના પર ત્રણ દાયકાથી ભરોસો મૂક્યો છે એ તકલીફમાં છે. મોદી વારંવાર કહેતા રહ્યા કે તમે મને ઓળખો છે, તમને મારામાં વિશ્વાસ છે ને? અને ગુજરાતીઓએ બીજા કોઇ બહારના ફાવી ન જાય એમ માનીને જીદે ચડ્યા. ગુજરાતીઓ હંમેશાં એવું માને છે કે જે અમે આજે વિચારીએ છીએ એ દેશ આવતીકાલે વિચારે છે. ભાજપ અને મોદીના કિસ્સામાં આ સાચું પણ થયું છે.આવતીકાલે અથવા 10મી ડિસેમ્બરે કમલમ ખાતે મળશે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળની બેઠક યોજાશે. 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ખાતે થશે. કોંગ્રેસના મોવડી મંડળથી નારાજ કાર્યકરે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં નારાજગી વ્યકત કરી હતી. અંદર અંદર ટિકિટ આપવાનું નક્કી કરીને કોંગ્રેસને ખાડામાં લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ કાર્યકરોની કેવી હાલત છે, એક વાર જોવા આવો. અમે વફાદારી કરી છે. લોકોમાં કોંગ્રેસના નેતાઓ એકવાર જાઓ તો ખબર પડે કે લોકો કેવા પ્રશ્ન કરે છે. કાર્યકર કોંગ્રેસ ઓફિસની સામે જ કૉંગ્રેસને આડે હાથે લીધી હતી તેમજ કાર્યાલયમાં ઘડિયાળ તોડી નાખી હતી.