ગુજરાતના બાલાસિનોરની હોટલમાં સામૂહિક ધર્મપરિવર્તનની ઘટનાથી ચકચાર

0
9
બાલાસિનોરની એક હોટલમાં કર્યું ધર્મ પરિવર્તન
મહીસાગર જીલ્લામાં સામુહિક 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બુદ્ધની પ્રતિજ્ઞા લીધી

બાલાસિનોર : ગુજરાતમાં ફરી સામુહિક ધર્મપરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. બાલાસિનોરમાં સામૂહિક 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગત મુજબ રવિવારે પોરબંદર થી આવેલા ધર્મગુરુ દ્વારા ખેડા, નડિયાદ, પંચમહાલ, આણંદ અને બાલાસિનોરના 45 લોકોએ ધર્મ પરિવર્તન કરાવ્યાની વાતે પ્રકાશમાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ તમામ લોકોએ હિન્દુ ધર્મમાંથી પરિવર્તન કરી બુદ્ધની પ્રતિજ્ઞા લીધી હતી. જો કે આ બાબતે તંત્ર હજુ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલ હોટલ ગાર્ડન પેલેસ ખાતે ગત રવિવારે ધર્મ પરિવર્તન માટેનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરથી આવેલા બોદ્ધધર્મના ધર્મગુરુ ભંતે પ્રજ્ઞારત્ન થોરોની હાજરીમાં બાલાસિનોર, મહીસાગર, ખેડા અને પંચમહાલ જિલ્લાથી આવેલા 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવા  પ્રતિજ્ઞા લીધી હતી. આ લોકોએ ધર્મપરિવર્તન કરવા માટે એક મહિના અગાઉ મહીસાગર કલેક્ટરને લેખિત અરજી કરી હતી. આ માટે નિયત નમુના ફોર્મ ભરી મહીસાગર કલેક્ટરને લેખિત અરજીઓ કરવા હતી પરંતુ અરજી કર્યાના એક મહિના સુધી મહીસાગર કલેક્ટર તરફથી કોઈ જવાબ ન મળતા આ લોકોએ ધર્મપરિવર્તન કર્યુ હોવાનુ સામે આવ્યું છે.  એટલે બાલાસિનોરના 45 લોકોએ ગત રવિવારે હોટલ ગાર્ડન પેલેસ ખાતે ધર્મ પરિવર્તન  કરી લીધુ છે.