પરમાણુ હુમલાનો જવાબ આપવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું
ઉત્તર હેમયોંગ પ્રાંતના કિમ ચાક શહેરના વિસ્તારમાં ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઉત્તર કોરિયાએ એકસાથે ચાર મિસાઇલોના પરીક્ષણ કરી જવાબી પરમાણુ હુમલો કરવાની તેની ક્ષમતા દર્શાવી દીધી છે. ઉત્તર કોરિયાના મીડિયાના અહેવાલ અનુસાર ઉત્તર કોરિયાએ દુશ્મન દેશો પર પરમાણુ હુમલા કરવાની તેની ક્ષમતા દર્શાવવા માટે ચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.
ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું
માહિતી અનુસાર આ કવાયતમાં કોરિયન પીપલ્સ આર્મીના ઓપરેશનલ સ્ટ્રેટેજિક ક્રુઝ મિસાઈલ યુનિટ સામેલ હતું જેણે ગુરુવારે ઉત્તર હેમયોંગ પ્રાંતના કિમ ચાક શહેરના વિસ્તારમાં ચાર ‘હવાસલ-2’ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અહીં સૈન્ય અભ્યાસની કવાયત પણ કરવામાં આવી હતી.
2000 કિ.મી. દૂર સુધી સચોટ નિશાન તાક્યું
ચાર વ્યૂહાત્મક ક્રૂઝ મિસાઇલોએ 2,000 કિમી (1,242.7 માઇલ) દૂર સુધી આવેલા લક્ષ્ય પર 10,208 સેકન્ડ અને 10,224 સેકન્ડ વચ્ચે સચોટ નિશાન સાધ્યું હતું. જોકે દક્ષિણ કોરિયા અથવા જાપાન દ્વારા આ મિસાઇલોના પરીક્ષણો વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, જે દરેક વખતે ઉત્તર કોરિયાના પરીક્ષણોની સચોટ માહિતી જાહેર કરે છે.