Friday, October 30, 2026
HomeEntertainmentBollywood47 વર્ષની સુસ્મિતા સેનને હાર્ટ એટેક, સ્ટેન્ટ મુકાવ્યું

47 વર્ષની સુસ્મિતા સેનને હાર્ટ એટેક, સ્ટેન્ટ મુકાવ્યું

Date:

Related stories

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

– અભિનેત્રીને સમયસર સારવાર મળી ગઈ

– થોડા દિવસો પહેલાં એટેક આવ્યો હતો, હવે એન્જિયોપ્લાસ્ટી પણ થઈ ચુકી છે

મુંબઇ : અભિનેત્રી સુસ્મિતા સેનને ૪૭ વર્ષની વયે જ હાર્ટ એટેક આવી જતાં તેને એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી છે. અભિનેત્રીના જણાવ્યા અનુસાર તે હવે સ્વસ્થ છે. 

મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી અને અનેક ફિલ્મો તથા હવે વેબ સીરીઝની પણ જાણીતી અભિનેત્રી સુસ્મિતાએ જાતે જ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી. 

તેણે કહ્યું હતું કે મને થોડા દિવસો પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. નસીબજોગે મને સમયસર સાચી સલાહ અને સારવાર મળી ગઈ છે. એન્જિયોપ્લાસ્ટિ કરી સ્ટેન્ટ બેસાડવામાં આવ્યું છે. 

સુસ્મિતાએ રમૂજમાં કહ્યું હતું કે હવે વાસ્તવિક અર્થમાં તેનું દિલ વિશાળ થઈ ગયું છે. 

બોલીવૂડમાં તબુ, પૂનમ ધિલ્લોન,  ગૌહર ખાન, નિકી વાલિયા સહિતની કેટલીય હસ્તીઓએ સુસ્મિતાને ઝડપભેર સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. હજારો ચાહકોએ પણ સુસ્મિતાને હાર્ટ એટેક આવ્યો એ વાતે આઘાત વ્યક્ત કર્યો હતો પરંતુ હવે અભિનેત્રી સ્વસ્થ થઈ રહી હોવાનું જાણી રાહત અનુભવી હતી. 

સુસ્મિતા ‘આર્યા’ વેબસીરીઝથી બહુ જ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં આઈપીએલના સંસ્થાપક લલીત મોદીએ સુસ્મિતાને પોતાની પત્ની ગણાવીને ખળભળાટ મચાવી દીધો હતો. જોકે, બાદમાં લલીત મોદીએ સુસ્મિતાને પોતાની માત્ર પાર્ટનર ગણાવી દીધી હતી. એ પછી બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયાનું પણ કહેવાય છે. 

સુસ્મિતા હાલ તેના જૂના પ્રેમી રોહમન શોલ સાથે જ વધારે જોવા મળે છે. બંને કેટલીય ઈવેન્ટસમાં સાથે દેખાય છે. સુસ્મિતાના પારિવારિક પ્રસંગોમાં પણ રોહમનની નિયમિત હાજરી હોય છે. સુસ્મિતાની દીકરીઓ સાથે પણ રોહમનને સારું ફાવે છે. 

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here