અમેરિકાના લોસ એન્જલસના ‘ડોલ્બી થિયેટર’માં યોજાઈ રહ્યો છે. 95મા ઓસ્કાર એવોર્ડેને આ વખતે જિમ્મી કિમેલ હોસ્ટ કરી રહ્યા છે.
આ 95મો એકેડેમી એવોર્ડ્સ ભારતીયો માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ વર્ષના ઓસ્કારમાં ભારતને ત્રણ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટૂ-નાટૂ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. જે આ કેટેગરીમાં ભારત માટે પ્રથમ છે. તેમજ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
ઓસ્કાર 2023: બેસ્ટ ઓરિજનલ સોન્ગ
આ ઓસ્કાર કેટેગરીમાં ફિલ્મ RRRના ગીત ‘નાટૂ નાટૂ’નો મુકાબલો ફિલ્મ ‘ટેલ ઇટ ઓલ લાઇક એ વુમન’ના ગીત ‘અપલોઝ’, ફિલ્મ ‘એવરીથિંગ, એવરીવ્હેર, ઓલ એટ વન્સ’ના ગીત ‘ધિસ ઈઝ એ લાઈફ’, ફિલ્મ ‘ટેલ ઈટ લાઈક અ વુમન’ના ગીત ‘હોલ્ડ માય હેન્ડ’, અને ફિલ્મ ‘બ્લેક પેન્થર: વાકાંડા ફોરએવર’ના ગીત ‘લિફ્ટ મી અપ’ સાથે થયો હતો. જેમાં ‘નાટૂ નાટૂ’ને એવોર્ડ મળ્યો હતો