‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ ને બેસ્ટ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ, બ્રેન્ડન ફ્રેજર બેસ્ટ એક્ટર

0
7

બેસ્ટ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે મિશેલ યોને જ મળ્યો

બેસ્ટ ડાયરેક્ટિંગનો ઓસ્કાર એવોર્ડ એવરીથિંગ એવરીવ્હેર ઓલ ધેટ વન માટે ડેનિયલ ક્વાન અને ડેનિયલ શેનર્ટને મળ્યો

95મા એકેડમી એવોર્ડની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે ભારત માટે ઓસ્કાર એવોર્ડ્સ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયું. ભારત માટે આરઆરઆર ફિલ્મે નાટુ નાટુ ગીત માટે બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીનો ઓસ્કાર એવોર્ડ જીતી ઈતિહાસ રચી દીધો. જ્યારે ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ ફિલ્મે પણ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો વધુ એક ઓસ્કાર ભારતના નામે કર્યો હતો. તેના ડાઈરેક્ટર કાર્તિક ગોન્ઝાલ્વિસ છે. જોકે ઓલ ધ બ્રીદ્સ ફિલ્મ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થઈ હતી પણ તે આ એવોર્ડ જીતી ન શકી. જ્યારે બીજી બાજુ ઓસ્કારની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સને મળ્યો છે.માહિતી અનુસાર ઓસ્કારમાં બેસ્ટ અભિનેત્રી એવોર્ડની પણ જાહેરાત થઇ ચૂકી છે. બેસ્ટ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે મિશેલ યોને જ મળ્યો હતો. બેસ્ટ એક્ટરનો ઓસ્કાર એવોર્ડ બ્રેન્ડન ફ્રેજરને ‘ધ વ્હેલ’ માટે મળ્યો હતો. જ્યારે બેસ્ટ ડાયરેક્ટિંગનો ઓસ્કાર એવોર્ડ એવરીથિંગ એવરીવ્હેર ઓલ ધેટ વન માટે ડેનિયલ ક્વાન અને ડેનિયલ શેનર્ટને મળ્યો હતો. બીજી બાજુ બેસ્ટ ફિલ્મ એડિટિંગનો ઓસ્કાર એવોર્ડ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ માટે પોલ રોજર્સને મળ્યો હતો.