IPLની 2023ની સિઝનમાં કુલ 70 મેચો રમાશે
52 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની મેચો 12 અલગ અલગ સ્થળોએ રમાશે
દેશભરના ક્રિકેટ ચાહકો ઈન્ડિયન પ્રિમિયર લીગની રાહ જોઈ રહ્યા છે. ઇન્ડિયાનો તહેવાર ગણાતા આઈપીએલની નવી સીઝન શરુ થવા માટે હવે વેઢે ગણાય તેટલા દિવસો રહ્યા છે. IPLની 16મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે અને પ્રથમ મેચમાં આ બે ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
IPLની 2023ની સિઝનમાં 12 અલગ અલગ સ્થળોએ મેચો રમાશે
IPLની 2023ની સિઝનમાં કુલ 70 મેચો રમાશે. 52 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની મેચો 12 અલગ અલગ સ્થળોએ રમાશે. દર વર્ષની જેમ આ વખતે પણ તમામ 10 ટીમો 7 મેચ તેના હોમ ગ્રાઉન્ડ અને 7 મેચ બીજા શહેરોમાં રમશે. ગત ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે પ્રથમ મેચ હોય ફેન્સ માટે ઉત્સાહ વધી ગયો છે. આઈપીએલની પહેલી મેચ માટેની ટિકિટો વહેચાઈ ગઈ છે. આ વર્ષે આઈપીએલ ટાઈટલ કોણ જીતશે તે જોવાનું રહેશે. આઈપીએલમાં અનેક નવા પ્લેયર પોતાના ટેલેન્ટનો પરચો આપશે તો બીજી તરફ અનેક રેકોર્ડ ધરાશાઈ થશે અને અનેક નવા કિર્તીમાન સ્થાપશે.
હાર્દિકે ગુજરાત ટાઈટન્સને પહેલું ટાઈટલ અપાવ્યું હતું
IPL-2023ની પહેલી મેચ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. IPL 2023માં 10 ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ફેન્સનું ભાવનાત્મક બંધન છે અને આ બંધનનું મુખ્ય કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. 41 વર્ષીય એમએસ ધોનીએ CSKને ચાર વખત ટાઇટલ અપાવ્યું છે અને 9 વખત પોતાની ટીમને ફાઇનલ સુધી પહોંચાડી છે. જયારે હાર્દિક પંડ્યાને પહેલી વખત ટીમના કેપ્ટનની ભૂમિકા સોંપવામાં આવી હતી, જેને હાર્દિકે ખુબ જ સરસ રીતે ભજવતા ગુજરાતની ટીમને તેના પહેલા જ સિઝનમાં ટાઈટલ આપવ્યું હતું.