– ઇસ્ટરના દિવસે લોકો ભેટ તરીકે એકબીજાને ઇંડા આપે છે.
ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા લોકો માટે ઇસ્ટરનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઉજવવામાં આવતા આ તહેવારને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઈસુને ગુડ ફ્રાઈડેના દિવસે ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા અને જે દિવસે તેમનો ફરીથી જન્મ થયો હતો તે દિવસને ઈસ્ટર કહેવાય છે.
આ વર્ષે ઈસ્ટર 9મી એપ્રિલ, રવિવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે, ઉજવણી કરવા લોકો ચર્ચમાં જાય છે અને વિશેષ પ્રાર્થના કરે છે. આ સિવાય લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે મીણબત્તીઓ પ્રગટાવે છે. આ ખાસ દિવસે લોકો એકબીજાને ઈંડા પણ ગિફ્ટમાં આપે છે.
આવો જાણીએ શું છે ઈસ્ટરનું મહત્વ અને શા માટે લોકો આ દિવસે ઈંડા ગિફ્ટ કરે છે.
ઇસ્ટરનું મહત્વ શું છે ?
ખ્રિસ્તી ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગુડ ફ્રાઈડે ઇસ્ટરના ત્રણ દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. જે બાદ લોકો તેને ગુડ ફ્રાઈડે તરીકે ઉજવવા લાગ્યા. પરંતુ, એવું માનવામાં આવે છે કે જીસસનો તેમના મૃત્યુના ત્રણ દિવસ પછી પુનર્જન્મ થયો હતો અને તેઓ જીવિત થયા પછી 40 દિવસ સુધી તેમના શિષ્યો સાથે રહ્યા હતા અને આ દરમિયાન તેમણે તેમને જીવન સાથે જોડાયેલી અમૂલ્ય વસ્તુઓ કહી હતી. આ પછી તે ફરીથી સ્વર્ગમાં ગયા હતા. આ કારણોસર ઈસ્ટર તહેવાર કુલ 40 દિવસ સુધી ઉજવવામાં આવે છે.
ઈસ્ટર પર ઈંડાની ગિફ્ટ?
ઇસ્ટરના દિવસે લોકો ભેટ તરીકે એકબીજાને ઇંડા આપે છે. તેઓ ઈંડા પર એક ખાસ પ્રકારની પેઇન્ટિંગ બનાવીને એકબીજાને ઈંડા આપે છે. માન્યતા છે કે ઇંડા નવા જીવનના આગમનની શરૂઆત કરે છે. ખ્રિસ્તી ધર્મમાં માનવામાં આવે છે કે જેમ ઇંડામાં નવું જીવન સર્જાય છે, તેમ ઈસુ ભગવાન લોકોને જીવનમાં નવી શરૂઆતનો સંદેશ આપે છે. આ કારણોસર લોકો ઇંડાને ખાસ રીતે શણગારે છે અને એકબીજાને ભેટ આપે છે.