આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા છે
આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ દરમિયાન પીએમ મોદી અમેરિકા પહોંચ્યા છે ત્યારે તેઓ દુનિયાભરના 3000 રાજદ્વારીઓ સાથે યોગાભ્યાસ કરશે. આ અવસરે પીએમ મોદીએ એક વીડિયો મેસેજ પણ જાહેર કર્યો હતો. તેઓએ સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટરમાં યોજાનાર કાર્યક્રમમાં સામેલ થવા અંગે માહિતી આપી હતી. આ દરમિયાન બીએસએફના જવાનોએ બોર્ડર પર ભવ્ય રીતે યોગ કર્યા હતા. યોગ દિવસ વિશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ટ્વિટર પર લખ્યું, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દરેકને અભિનંદન! યોગ એ આપણી સંસ્કૃતિની મહાન સિદ્ધિઓમાંની એક છે અને સમગ્ર વિશ્વને ભારતની એક મહાન ભેટ છે. યોગ શરીર અને મન વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. યોગ, જીવન પ્રત્યે એક સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ આપણા જીવનમાં વધતા પડકારોનો સામનો કરવા માટે આપણે બધાને વધુ સક્ષમ બનાવે છે. આજના દિવસે હું બધા લોકોને તેમના દૈનિક જીવનમાં યોગને અપનાવવા અને તેની પરિવર્તનકારી શક્તિનો અનુભવ કરવા આગ્રહ કરું છું.