નવી દિલ્હી : મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. અજિત પવાર અને શરદ પવાર વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને લઈને ટક્કર હજુ જોવા મળી રહી છે. આ દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે, અજિત પવાર જૂથના કેટલાક ધારાસભ્યો NCP પ્રમુખ શરદ પવારને મળવા YB ચવ્હાણ સેન્ટર પહોંચ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને કબજે કરવાની લડાઈએ વેગ પકડ્યો છે. 2 જુલાઈના રોજ પાર્ટીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવારે NDAમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેઓ હવે ભાજપની આગેવાની હેઠળની એનડીએ ગઠબંધન સરકારમાં ડેપ્યુટી સીએમ પણ છે. અજિત પવારના જૂથે 40 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. હવે બંને પક્ષો પાર્ટી પર પોતાનો દાવો દાખવી રહ્યા છે. આ સિવાય બંને જૂથોએ આ દરમિયાન ઘણા મોટા નિર્ણયો પણ લીધા છે.