Tuesday, July 21, 2026
HomeSportsભારતનો બીજો સૌથી સફળ બોલર બન્યો અશ્વિન, આ દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ

ભારતનો બીજો સૌથી સફળ બોલર બન્યો અશ્વિન, આ દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

ચોથા દિવસે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 365 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ​​રવિચંદ્રન અશ્વિન માટે ખાસ બની છે. અશ્વિને આ ટેસ્ટમાં અત્યાર સુધી ત્રણ વિકેટ ઝડપી છે. આ સાથે તે ભારતનો બીજો સૌથી સફળ બોલર બની ગયો છે. આ સાથે જ તેણે વધુ એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.

અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બન્યો

પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બની ગયો છે. તેના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 712 વિકેટ છે. આ રેકોર્ડ લિસ્ટમાં અનિલ કુંબલે 956 વિકેટ સાથે ટોપ પર છે. 711 વિકેટ લેનાર પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહને અશ્વિને પાછળ છોડી દીધો છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર

956 – અનિલ કુંબલે

712 – રવિચંદ્રન અશ્વિન

711 – હરભજન સિંહ

687 – કપિલ દેવ

610 – ઝહીર ખાન

આ રેકોર્ડ લિસ્ટમાં અશ્વિને કુંબલેને પણ પાછળ છોડી દીધો

આ સાથે જ અશ્વિન વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે કુંબલેને પાછળ છોડી બીજા નંબર પર આવી ગયો છે. અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે 75 વિકેટ ઝડપી છે. જ્યારે કુંબલેએ 74 વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ લિસ્ટમાં પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ 89 વિકેટ સાથે નંબર 1 પર છે.

ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ

89 – કપિલ દેવ

75 – રવિચંદ્રન અશ્વિન

74 – અનિલ કુંબલે

68 – શ્રીનિવાસ વેંકટરાઘવન

65 – ભાગવત ચંદ્રશેખર

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here