હાર્દિક પટેલ 2 ઓક્ટોબરથી ફરી મેદાનમાં, હવે આમરણાંત નહીં પ્રતિક ઉપવાસ કરશે

0
77
s/MGUJ-AHM-HMU-LCL-paas-leader-hardik-patel-will-start-fast-movement-again-from-2-october-gujarati-news-
s/MGUJ-AHM-HMU-LCL-paas-leader-hardik-patel-will-start-fast-movement-again-from-2-october-gujarati-news-

બેંગાલુરૂના જિંદાલ નેચરક્યોર ખાતે સારવાર લઈ રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ બાદ ગાંધી જયંતિથી રાજ્યના વિવિધ સ્થળોએ ફરીવાર પ્રતિક ઉપવાસ કરી આંદોલનનું શરૂ કરશે. હાર્દિક આ પ્રતિક ઉપવાસનો મોરબીના બગથળા ગામેથી પ્રારંભ કરશે. જેમાં તેની મુખ્ય ત્રણ માંગો એવી પાટીદાર સમાજને અનામત, ખેડૂતોનું દેવું માફ અને અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની રહેશે. પીએમ નરેન્દ્ર મોદી પણ 2 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલના

આંદોલનના મંજૂરીનો પ્રશ્ન ઉભો થાય એવી સંભાવના છે.

સરકારે નમતું ન જોખતા 19 દિવસના ઉપવાસ બાદ કર્યા હતા પારણાં

હાર્દિકે પાટીદાર અનામતની સાથે ખેડૂતોની દેવાં માફી અને સાથીદાર એલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ મુદ્દે અગાઉ 19 દિવસના ઉપવાસ કર્યા હતા. તે સમયે સરકારે નમતું ન જોખતા

અંતે હાર્દિક પટેલે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં પારણાં કરી લીધા હતા. આ ઉપવાસ દરમિયાન હાર્દિક પટેલની તબિયત વારંવાર લથડી હતી, જેને

ધ્યાનમાં લઈને ઉપવાસ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલ બેંગાલુરુ ખાતેના જિંદાલ નેચર ક્યોરમાં સારવાર લઈ રહ્યો છે. આગામી 28 સપ્ટેમ્બરના રોજ હાર્દિકની સારવાર પૂર્ણ થયા બાદ ફરી

એકવાર આંદોલન શરૂ કરશે તેવી જાહેરાત કરી છે.

યશવંતસિંહાથી લઈ એ.રાજા સહિતના રાષ્ટ્રીય નેતાઓ આવ્યા હતા મળવા

ઉપવાસ આંદોલનના પહેલા દિવસથી જ હાર્દિક પટેલને કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું. હાર્દિક પટેલના 19 દિવસના ઉપવાસ દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ, પાટીદાર સમાજના

આગેવાનો સહિત અન્ય કેટલીક પાર્ટીના નેતાઓ, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત, ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા, પૂર્વ નાણાં મંત્રી યશવંતસિંહા, પૂર્વ ટેલિકોમ મંત્રી એ.રાજા, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ, શરદ યાદવ સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ હાર્દિક પટેલની મુલાકાત કરી હતી. આ સિવાય હાર્દિક પટેલે જ્યારે જળત્યાગ કર્યો ત્યારે પી.પી. સ્વામીએ હાર્દિક પટેલને પાણી પીવડાવ્યું હતું. જ્યારે ફરીવાર જળત્યાગ કર્યો ત્યારે શરદ યાદવે પાણી પીવડાવ્યું કરાવ્યું હતું