વધુ ઓક્સિજન જનરેટ કરી શકાય તે માટે વિમાનના વિંગના ફ્લૅપ્સ તરત જ ખોલવામાં આવ્યા હતા
અમેરિકાના ફ્લોરિડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વિમાન જે સંપૂર્ણ ઉંચાઈ પર ઉડી રહ્યું હતું, તે અચાનક સીધું 20 હજાર ફૂટ નીચે આવી ગયું હતું. પ્લેનમાં હાજર તમામ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. ઘણા મુસાફરોએ ઓક્સિજન માસ્ક પણ ઉતાર્યા હતા. આ ઘટનાની કેટલીક ફોટોસ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
મળેલી માહિતી મુજબ ફ્લાઈટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે પાયલટે પ્લેનને ઓછી ઉંચાઈ પર લાવવાનો અને પછી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હવે પાયલોટે આ કર્યું પરંતુ માત્ર ત્રણ મિનિટમાં પ્લેન 20 હજાર ફૂટ ઊંચાઈથી નીચે આવી ગયો હોવાથી તમામ મુસાફરો ડરી ગયા.
પ્લેનમાંથી આવી રહી હતી સળગવાની ગંધ
એક મુસાફરે આ ઘટના વિશે ટ્વિટ કરીને લખ્યું કે હું ઘણી વખત પ્લેનમાં બેઠો છું. હું ક્રૂ અને કેબિન સ્ટાફની પ્રશંસા કરું છું, હું પાઇલટની પ્રશંસા કરું છું. હું જે ફોટોસ શેર કરી રહ્યો છું તે પ્લેનમાં થયેલો હંગામો અને ડર વ્યક્ત નથી કરી શકતી. હવે જમીન પર રહેવું સારું લાગે છે. તે મુસાફરે ઘટનાના કારણને લઈને એક ટ્વિટ પણ કર્યું હતું. તેમના કહેવા મુજબ પ્લેનમાં સળગવાની ગંધ આવી રહી હતી.
કેબિનને ડિપ્રેશરાઈઝ કરવી હતી
તેણે લખ્યું કે અચાનક કંઈક ફેલ થઈ ગયું, કેબિનને ડિપ્રેશરાઈઝ કરવી હતી. સળગતી ગંધ ઓક્સિજનના સિલિન્ડરને કારણે પણ આવી શકે છે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. પેસેન્જરે એ પણ માહિતી આપી હતી કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વિમાનના વિંગના ફ્લૅપ્સ તરત જ ખોલવામાં આવ્યા હતા. જેથી વધુ ઓક્સિજન જનરેટ કરી શકાય. અત્યારે તો વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને એરલાઈને થયેલી અસુવિધા માટે માફી પણ માંગી છે.