ટેલિકોમ કંપનીઓ આધારનો ઉપયોગ બંધ કરે, 15 દિ’માં ડી-લિંકિંગ પ્લાન જણાવે- UIDAI

0
44
/news/BUS-INDS-HDLN-uidai-asked-telecom-compnies-to-provide-plan-to-delink-adhaar-based-kyc-gujarati-news-5964408-NOR.html?ref
/news/BUS-INDS-HDLN-uidai-asked-telecom-compnies-to-provide-plan-to-delink-adhaar-based-kyc-gujarati-news-5964408-NOR.html?ref

મોબાઈલ કંપનીઓને ગ્રાહક વેરિફિકેશન માટે આધાર નંબરનો ઉપયોગ બંધ કરવાની યોજના આપવી પડશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)એ સોમવારે ટેલિકોમ કંપનીઓને 15 દિવસમાં ડી-લિંકિંગનો પ્લાન આપવા માટે કહ્યું. તમામ કંપનીઓને સર્ક્યુલર મોકલી દેવામાં આવ્યો છે.

કોર્ટે અનિવાર્યતા ખતમ કરી

– સુપ્રીમ કોર્ટના આદેશ પછી યુઆઇડીએઆઇએ આ નિર્દેશ આપ્યા. કોર્ટે 26 સપ્ટેમ્બરના રોજ નવા સિમ લેવા અને વેરિફિકેશન માટે આધારની અનિવાર્યતા ખતમ કરી દીધી.

– યુઆઇડીએઆઇનું કહેવું છે કે મોબાઈલ કંપનીઓ પાસેથી પ્લાન મળ્યા પછી જરૂર પડી તો અન્ય પગલાંઓ ભરવામાં આવશે. ટેલિકોમ કંપનીઓ આધાર નંબર લિંક કરીને બાયોમેટ્રિક પ્રક્રિયાથી કેવાયસી નિયમ પૂરા કરી રહી હતી.