ઇન્ડોનેશિયાઃ સુનામીમાં 1,400ના મોત બાદ સોપુતાન જ્વાળામુખી સક્રિય, 4 કિમી સુધી બ્લાસ્ટ

0
32
news/INT-HDLN-volcano-erupts-on-the-indonesian-island-gujarati-news-5965345-NOR.html?ref=ht
news/INT-HDLN-volcano-erupts-on-the-indonesian-island-gujarati-news-5965345-NOR.html?ref=ht

ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી પ્રભાવિત સુલાવેસી આઇલેન્ડ પર સ્થિત માઉન્ટ સોપુતાન જ્વાળામુખી આજે બુધવારે સક્રિય થયો હતો. તેમાં લાવાના બ્લાસ્ટ હવામાં 4,000 મીટર સુધી ફેલાઇ ગયા. સ્ટેટ ડિઝાસ્ટર એજન્સીએ લોકોને જ્વાળામુખીથી ઓછામાં ઓછા ચાર કિલોમીટર દૂર રહેવાનું કહ્યું છે. એજન્સીએ કહ્યું કે, લોકોને હાલ અહીંથી સ્થળાંતરની આવશ્યકતા નથી.

સુનામીમાં મૃત્યુઆંક 1,407એ પહોંચ્યો

– સુલાવેસી આઇલેન્ડમાં ગત સપ્તાહે શુક્રવારે આવેલા ભૂકંપ અને સુનામીથી ભારે તારાજી સર્જાઇ છે. જેમાં મંગળવાર સુધી મૃતકોની સંખ્યા વધીને 1,407 થઇ છે.
– મૃતદેહોને દફનાવવા માટે સામૂહિક કબરો ખોદવામાં આવી છે. અત્યાર સુધી અંદાજિત 500 શબ દફનાવવામાં આવ્યા છે.
– બે દિવસ પહેલાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એડમિનિસ્ટ્રેશને અંદાજિત 1,300 મૃતદેહોને દફનાવવાની તૈયારી કરવાના નિર્દેશ આપ્યા હતા, ત્યારબાદ પાલુના પહાડી વિસ્તાર પોબોયામાં 100 મીટર લાંબી કબર ખોદવામાં આવી હતી.
– બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ચેતવણી આપી છે કે, આ સ્થિતિ અત્યંત ‘ગંભીર’ છે અને અહીં અંદાજિત બે લાખ લોકોને તાત્કાલિક મદદની જરૂર છે. જેમાં મોટી સંખ્યામાં બાળકો સામેલ છે.
– ભૂકંપમાં પડી ગયેલા સુપર મોલ્સ, દુકાનો અને મકાનોમાં લૂંટ અને ચોરીના સમાચારો પણ સામે આવી રહ્યા છે.

news/INT-HDLN-volcano-erupts-on-the-indonesian-island-gujarati-news-5965345-NOR.html?ref=ht
news/INT-HDLN-volcano-erupts-on-the-indonesian-island-gujarati-news-5965345-NOR.html?ref=ht