નવી દિલ્હી: દેશભરની મેડિકલ કોલેજોમાં યોજાનારી મેડિકલ અને ડેન્ટલ યુજી કોર્સ (MBBS, BDS) સાથે સાથે તમામ આયુષ કોલેજોમાં યૂજી કોર્ષ (BAMS, BHMS, BUMS, BYNS,) ને આ વર્ષે નેશનલ એક્ઝામિનેશન એજન્સી (NTA) દ્વારા ટૂંક સમયમાં નોંધણી શરૂ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ NEET UG 2024 એપ્લિકેશન પ્રક્રિયા આજથી એટલે કે 9 ફેબ્રુઆરી, 2024 થી શરૂ કરવામાં આવશે.NEET UG પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ નોંધણી માટે નક્કી કરેલી લાયકાત અને યોગ્યતાને પૂરી કરવાની રહેશે. NTA દ્વારા ગયા વર્ષની પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલી સુચનાઓ પ્રમાણે માત્ર એવા ઉમેદવારો કે જેમની ઉંમર 17 વર્ષથી ઓછી ન હોય તેઓ જ નોંધણી કરાવી શકશે. ઉંમરની ગણતરીની તારીખ 31 ડિસેમ્બર રહેશે. તેવામાં જો NEET UG 2024 માટે નોંધણી કરવા ઈચ્છુક ઉમેદવારોનો જન્મ 31 ડિસેમ્બર 2007 ના રોજ અથવા તે પહેલા થયેલો હોવો જોઈએ. એટલે કે, 1 જાન્યુઆરી, 2008 અથવા તે પછી જન્મેલા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.આ સાથે ઉમેદવારોએ ધ્યાન આપવું જોઈએ કે NEET UG પ્રવેશ પરીક્ષા 2024 માટે રજીસ્ટ્રેશન (NEET UG 2024 Registration) માટે મહત્તમ વય મર્યાદા છે. એટલે ઓછામાં ઓછી 17 વર્ષની ઉંમર પૂરી કરેલા અને નક્કી કરેલી શૈક્ષણિક યોગ્યતા ધરાવતા દરેક ઉમેદવારો અરજી કરી શકે છે.