થોડા કલાકોમાં ભારતના દક્ષિણ-પૂર્વમાં ટકરાશે વિનાશકારી ‘તિતલી’, ઓરિસ્સામાં રેડ એલર્ટ

0
60
NAT-HDLN-cyclone-titli-hit-intensifies-odisha-andhra-pradesh-coast-gujarati-news-5968181.html?ref=h
NAT-HDLN-cyclone-titli-hit-intensifies-odisha-andhra-pradesh-coast-gujarati-news-5968181.html?ref=h

બંગાળની ખાડીમાં દબાણ ઘટતાં ચક્રવાતી વાવાઝોડુ ‘તિતલી’ હવે ધીમે ધીમે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. હાલ તેની સ્પીડ ઓછી છે પરંતુ ગુરૂવારે ચક્રવાતી વાવઝોડુ ‘તિતલી’ પ્રચંડ રૂપ લઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરૂવારે વાવાઝોડાની તીવ્રતા વધી શકે છે જેમાં 145 કિમી પ્રતિ કલાકની સ્પીડ હવા ચાલશે. વાવાઝોડાને કારણે 11 અને 12 તારીખે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ઓરિસ્સા-આંધ્રમાં તિતલી ટકરાશે

– હવામાન વિભાગના જણાવ્યા મુજબ ‘તિતલી’ ઓરિસ્સાના ગોપાલુપરથી લગભગ 530 કિમી દક્ષિણ પૂર્વ અને આંધ્રપ્રદેશના કલિગપટ્નમથી 480 કિમી દૂર પૂર્વમાં છે.
– આગામી 24 કલાકમાં આ ચક્રવાતી વાવાઝોડુ આક્રમક બની શકે છે. અને ગુરૂવારે ગોપાલપુર અે કલિંગપટ્ટનમની વચ્ચે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશની સમુદ્રી કિનારાના વિસ્તારોને પાર કરી ધીમું પડી શકે છે.
– ચક્રવાતી તોફાન ‘તિતલી’ની સૌથી વધુ અસર ઓરિસ્સાના સમુદ્રી કાંઠાના વિસ્તારોમાં પડશે. જેના કારણે યુપી, બિહારમાં પણ વરસાદ પડી શકે છે.
– હવામાન વિભાગે ગુરૂવારે ઓરિસ્સાના ગજપતિ, ગંજામ, પુરી, કંધમાલ, કોરાપુટ, કટક, જાજપુર અને કાલાગઢમાં વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

તોફાનનો સામનો કરવાની તૈયારીઓ

– ચક્રવાતી વાવાઝોડુ ‘તિતલી’નો સામનો કરવાની તમામ તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક ઉચ્ચરસ્તરીય બેઠક કરી હતી.
– ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણી ઓરિસ્સાના કાંઠા પર ‘તિતલી’ના પ્રભાવને જોતાં ખુર્દા રોડ અને વિજયાનગરમ વચ્ચેની રેલ સેવા બંધ કરી દીધી છે.
– તો ઉત્તરપ્રદેશ થઈને હાવડા/ખડગપુર તરફથી આવતી તમામ ટ્રેન વધુ સુચના ન મળે ત્યાં સુધી ભદ્રકથી આગળ નહીં વધે.
– હૈદરાબાદ/વિશાખાપટ્ટનમથી ચાલતી ડાઉન ટ્રેન પણ દુવ્વાડાથી આગળ નહીં વધે.

NAT-HDLN-cyclone-titli-hit-intensifies-odisha-andhra-pradesh-coast-gujarati-news-5968181.html?ref=h
NAT-HDLN-cyclone-titli-hit-intensifies-odisha-andhra-pradesh-coast-gujarati-news-5968181.html?ref=h