વિપક્ષના નેતા સામે બળવો, ભાજપને મદદ કરતા હોવાનો અમરેલી કોંગી નેતાનો આક્ષેપ

0
51
/news/MGUJ-AHM-HMU-LCL-amreli-congress-leader-accused-paresh-dhanani-to-help-a-bjp-in-apmc-election-gujarati-news-5977764-NOR.html?ref=ht
/news/MGUJ-AHM-HMU-LCL-amreli-congress-leader-accused-paresh-dhanani-to-help-a-bjp-in-apmc-election-gujarati-news-5977764-NOR.html?ref=ht

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ એવા અમરેલી જિલ્લા કોંગ્રેસમાં બળવો થયો છે. સાવરકુંડલાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દિપક માલાણી સહિતના કોંગ્રેસી કાર્યકરોએ આજે પાલડી ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કર્યા હતા. કોંગી કાર્યકરોએ અમરેલી જિલ્લા કોંગ્રેસની કાર્યપદ્ધતિ સામે રોષે ભરાયેલા કોંગ્રેસી કાર્યકરોએ કોંગ્રેસનો જ વિરોધ કર્યો હતો. માત્ર એટલું જ નહીં, દિપક માલાણીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સાથે સેટીંગ કરી મારા સ્થાને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીને લાવવા માટે નેતા વિપક્ષ(પરેશ ધાનાણી), સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે ખૂબ મહેનત કરી હોવાનો આરોપ મુક્યો છે.

ધારાસભ્ય દુધાત અને ધાનાણીએ APMC ભાજપને હવાલે કરવા સેટીગ કર્યું

આ વિરોધને પગલે દિપક માલણીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગત મહીને યોજાયેલી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં સાવરકુંડલાના ધારાસભ્ય દુધાત(પ્રતાપ), નેતા વિપક્ષ(પરેશ ધાનાણી) અને તેના નાના ભાઇ તથા લાઠીના ધારાસભ્ય(વિરજી ઠુંમર) સહિતના જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આ યાર્ડમાં મારા સ્થાને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીને લાવવા માટે તન-મન-ધનથી કામ કર્યું. મારા જેવા કોંગ્રેસને વરેલા કાર્યકરને એપીએમસીની ચૂંટણીમાં મદદ કરવાને બદલે મને દૂર કરીને એપીએમસી ભાજપને હવાલે કરવા સેટીંગ અને મહેનત કરી છે તેનાથી હું ભાંગી પડ્યો છું અને અમરેલી જિલ્લામાં પાર્ટીમાં મહેનત, લાયકાત જેવી મેરીટ બાબતે કોઇ રક્ષણ નથી એવું અનુભવી રહ્યો છું.