UP: રામની મૂર્તિ બનાવવા વિશે બોલ્યા ઉપમુખ્યમંત્રી મૌર્ય- જે રોકશે તેને જોઈ લઈશું

0
112
/news/NAT-HDLN-statue-of-lord-ram-in-ayodhya-update-gujarati-news-5977816-NOR.html
/news/NAT-HDLN-statue-of-lord-ram-in-ayodhya-update-gujarati-news-5977816-NOR.html

ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભગવાન રામની 151 મીટર ઉંચી પ્રતિમા બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે આ વિશે સંકેત આપ્યા છે. તેમણે મીડિયાને કહ્યું છે કે, રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અમે નિર્ણય લઈશું પરંતુ અત્યારે કોઈએ હવે અયોધ્યામાં રામલલ્લાની પ્રતિમા બનાવતા અમને રોક્યા તો અમે તેમને જોઈ લઈશું.

પર્યટન વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ પ્રતિમા બનાવવા માટે ચર્ચા-વિચારણાં ચાલી રહી છે. અધિકારી સરયુ નદી પર આ માટે ત્રણ જગ્યા વિશે વિચાર કરી રહ્યા છે. આશા છે કે, તે પ્રતિમા તુલસીઘાટની આજુ-બાજુ સ્થાપિત કરવામાં આવે.

યોગીએ પટેલની મૂર્તિનું કર્યું હતું નિરીક્ષણ

માનવામાં આવે છે કે, દિવાળીના પ્રસંગમાં યોગી આદિત્યનાથ આ વિશે જાહેરાત કરી શકે છે. યોગીએ ગુજરાતમાં બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું તાજેતરમાં જ નિરીક્ષણ કર્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે, આ મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવી છે અને અયોધ્યામાં આ મૂર્તિ કેવી રીતે બનાવી શકાય.